વિનેશ ફોગાટની અપીલ સ્વીકારાઈ, શુક્રવારે સુનાવણી: જોઇન્ટ સિલ્વર મળી શકે
રેસલર અમન સેહરાવત સેમિ ફાઇનલમાં હાર્યો, હવે તેને બ્રૉન્ઝનો મોકો

પૅરિસ: રેસલર વિનેશ ફોગાટે પોતાનું પૅરિસ ઑલિમ્પિક્સની ફાઇનલમાંથી ડિસ્ક્વૉલિફિકેશન થયું એ સામે જે અપીલ કરી હતી એને કોર્ટ ઑફ આર્બિટ્રેશન ઑફ સ્પોર્ટ્સ (સીએએસ)એ ગુરુવારે સ્વીકારી હતી.
આ અપીલ પર સુનાવણી હાથ ધરાશે એવું તેના વકીલોને કહેવામાં આવ્યું છે. આ સુનાવણી શુક્રવાર, 9મી ઑગસ્ટે ભારતીય સમય મુજબ બપોરે 1.30 વાગ્યે થશે.
50 કિલો વર્ગમાં વિનેશ ફોગાટે બુધવારની ફાઇનલ પહેલાં જે વજન કરાવ્યું હતું એમાં તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ આવ્યું હતું જેને કારણે તેને ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવી હતી.
વિનેશ ફોગાટે હતાશામાં ગુરુવારે રેસલિંગમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. જોકે ઘણાએ તેને નિર્ણય પાછો ખેંચવા સમજાવી હતી.
એવું મનાય છે કે વિનેશના ચાર વકીલ અદાલતમાં હાજરી આપશે. ભારત તરફથી પોતાનો અલગ વકીલ પણ ફોગાટની તરફેણમાં લડવા માટે હાજરી આપશે એવી સંભાવના છે.
દરમ્યાન, પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનો કુસ્તીબાજ અમન સેહરાવત સેમિ ફાઇનલમાં ગઈ કાલે જાપાનના હિગુચી સામે 0-10થી હારી ગયો હતો. જોકે સેહરાવતને બ્રૉન્ઝ મેડલ જીતવાનો ચાન્સ મળ્યો હતો.
આ પણ વાંચો : ‘મા કુસ્તી મારાથી જીતી, હું હારી ગઈ…’ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી
ભારતનો શુક્રવારે શેમાં પડકાર?
ઍથ્લેટિક્સ
-મહિલા વર્ગ, 4-400 મીટર રિલે રાઉન્ડ (જ્યોતિકા, કિરણ પહલ, વિથ્યા, પૂવમ્મા), બપોરે 2.10
-પુરુષ વર્ગ, 4-400 મીટર રિલે રાઉન્ડ (અનસ, અજમલ, અમોજ, સંતોષ, રાજેશ), બપોરે 2.35
-મહિલા વર્ગ, 100 મીટર હર્ડલ્સ, સેમિ ફાઇનલ, બપોરે 3.35
-મહિલા વર્ગ, ગોળા ફેંક ફાઇનલ, રાત્રે 11.10
-પુરુષ વર્ગ, ટ્રિપલ જમ્પ, ફાઇનલ
ગૉલ્ફ
-મહિલા વર્ગ, રાઉન્ડ-3, અદિતી અશોક, દિક્ષા ડાગર, બપોરે 12.30
કુસ્તી
-મહિલા વર્ગ, 57 કિલો ફ્રીસ્ટાઇલ, રેપશાઝ, બપોરે 2.30
-એમએફએસ 57 કિલો, રેપશાઝ, બપોરે 2.30
-એમએફએસ 57 કિલો, બ્રૉન્ઝ મેડલ મૅચ, રાત્રે 11.00
-એમએફએસ 57 કિલો, ફાઇનલ
પૅરિસ ઑલિમ્પિક્સનું મેડલ-ટેબલ
ક્રમ દેશ ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ કુલ
1 ચીન 28 25 17 70
2 અમેરિકા 27 35 33 95
3 ઑસ્ટ્રેલિયા 18 14 11 43
4 ફ્રાન્સ 13 18 21 52
5 ગ્રેટ બ્રિટન 13 17 20 50
69 ભારત 0 0 4 4