પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

…તો રિસ્તા પક્કા:, મનુ ભાકર અને નીરજ ચોપરાની માતાની મુલાકાતનો વીડિયો વાઈરલ…

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે તેમાં પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ મહિલા શૂટર મનુ ભાકર જીતીને લાવ્યા હતા. ઓલિમ્પિકમાં ભારતે કુલ પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જ્યારે 1 સિલ્વર મેડલ. નીરજ ચોપરાએ ભાલા ફેંક ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે પેરિસ ઓલિમ્પિકનું સમાપન થઈ ગયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મનુ ભાકરની માતા નીરજ ચોપરા સાથે વાત કરતી જોવા મળી રહી છે. બંનેની વાતચીત પર ચાહકોએ દીચસ્પદ પ્રતિક્રિયાઓનો ઢગલો કરી દીધો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મનુ ભાકરની માતા સુમેધા ભાકર જેવલીન થ્રોવર નીરજ ચોપરા સાથે કઈક વાત કરે છે અને આ દરમિયાન તે નીરજના માથા પર હાથ પણ રાખે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં નીરજ ચોપરા અને મનુ ભાકર વાતચીત કરતા જોવા મળ્યા હતા. જુઓ તે વિડીયો,

Video of Manu Bhakar's Mom and Niraj Chopra's Meeting Goes Viral

મનુ ભાકરની માતા અને નીરજ ચોપરા વચ્ચેની વાતચીતનો વીડિયો જોયા બાદ ચાહકોએ મજાની રસપ્રદ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે લખ્યું, “સંબંધ કન્ફર્મ થયો.” અન્ય એક યુઝરે લખ્યું, “સિધા હી રિશ્તા કર દિયા ક્યા ઉસકા.” અન્ય એક યુઝરે આવી જ રમૂજી અંદાજમાં લખ્યું, “દીકરા, તું કેટલું દહેજ લઇશ?” એ જ રીતે યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ રીએક્શન આપ્યા છે.

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં એક નહીં પરંતુ બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. મનુએ તેનો પહેલો મેડલ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં જીત્યો હતો. ત્યારબાદ તેણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલની મિશ્ર ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો. આ સાથે મનુ ભાકર આઝાદી પછી એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી બની છે.

https://twitter.com/provane_/status/1822845911711551794

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button