સુંદરતા જ બની Swimmerની દુશ્મન, Paris Olympicમાંથી થઈ બહાર, પોસ્ટ કરીને કહ્યું કે મારી સુંદરતાને કારણે…
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ પેરિસ ઓલમ્પિકની જ વાતો થઈ રહી છે. 26મી જુલાઈથી શરૂ થયેલી ઓલમ્પિક ગેમ્સ 11મી ઓગસ્ટ સુધી ચાલશે અને આ દરમિયાન રમાનારી રમતો અને તેમાંથી થયેલી હાર-જિત ઈતિહાસમાં એક રેકોર્ડ બનીને રહી જશે. દરરોજ અલગ અલગ દેશથી અલગ અલગ સ્પોટ્સમાં એથ્લિટની હાર-જિતના સમાચાર સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો: વિનેશ ફોગાટે વજન ઘટાડવા વાળ કપાવ્યા, રક્ત આપ્યું અને દોરડા પણ કૂદ્યા હતા!
આ બધા વચ્ચે અનેક જગ્યાએ એવા સમાચાર પણ વાંચવા મળી રહ્યા છે કે પેરાગ્વેની સ્વિમર લુઆના અલોન્સો (Luana Alonso)ને પેરિસ ઓલમ્પિકમાંથી ઘરે પાછી મોકલાવી દેવામાં આવી છે અને એવો દાવો કરાઈ રહ્યો છે કે લુઆનાને તેની સુંદરતાને કારણે ગેમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેની સુંદરતા તેના સાથી ખેલાડીઓનું ધ્યાન ભટકાવી રહી હતી. જોકે, હવે આ મામલે લુઆનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે આ તમામ સમાચારા ખોટા અને પાયાવિહોણા છે.
લુઆનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે તેને ક્યાંથી કાઢી મૂકવામાં કે બહારનો રસ્તો નથી દેખાડવામાં આવ્યો. આવી ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાનું બંધ કરવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે લુઆનાની સુંદરતાની ચર્ચા ચારે બાજુ થઈ રહી હતી અને ત્યાર બાદ તેના બહાર જવાના સમાચાર આવ્યા એટલે આ ગેરસમજણ ઊભી થઈ હતી અને તેણે સાચી માહિતી લોકો સુધી પહોંચાડી હતી.
આ પણ વાંચો: Manu Bhakar સાથે ફોટો પડાવીને મુશ્કેલીમાં ફસાયો આ Handsome Bollywood Actor…
અહીંયા તમારી જાણ માટે કે લુઆના વુમન્સ 100 મીટર બટરફ્લાયમાં ક્વોલિફાય નહોતી કરી શકી અને એટલે તે ઘરે જતી રહી હતી. પરંતુ અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જલદી રિટાયરમેન્ટ કે ખરાબ વ્યવહારને કારણે તે પાછી ફરી હતી.