પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

ગોલ્ડ માટે ફેવરિટ સાત્વિક-ચિરાગની જોડીએ નિરાશ કર્યા

પૅરિસ: એશિયન ગેમ્સની વર્તમાન વિજેતા જોડી અને કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી તથા ચિરાગ શેટ્ટીએ ગુરુવારે પરાજિત થઈને કરોડો ભારતીય ચાહકોને નિરાશ કર્યા હતા.

સાત્વિક-ચિરાગની જોડી ગોલ્ડ મેડલ જીતવા માટે ફેવરિટ હતી, પરંતુ ક્વૉર્ટર ફાઇનલમાં મલેશિયાના સ્પર્ધકો સામે તેમનો ભારે રસાકસી બાદ 21-13, 14-21, 16-21થી પરાજય થયો હતો.

આ પણ વાંચો: મહિલા બૉક્સિંગનો બાઉટ શરૂ થયો ને 46 સેકન્ડ પછી ઇટલીની સ્પર્ધકે ચાલતી પકડી!

આરૉન ચિયા અને સોહ વૂઇ યિકની જોડી વર્લ્ડ નંબર-થ્રી છે. સાત્વિક-ચિરાગની જોડીએ આ મુકાબલા પહેલાં સતત ત્રણ જંગમાં આ મલેશિયન જોડીને હરાવી હતી, પણ પૅરિસમાં તેઓ તેમની સામે પરાજિત થયા હતા.

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન જોડી સાત્વિક-ચિરાગ તેમની સામે ત્રણ વખત જીત્યા હતા એ પહેલાં આઠ વાર સાત્વિક-ચિરાગે તેમની સામે હાર સહન કરવી પડી હતી.

ગુરુવારે પ્રથમ ગેમ હાર્યા બાદ મલેશિયન જોડીએ ભારતીય જોડીની નબળાઈઓ યાદ રાખીને તેમને બાકીની બે ગેમમાં હરાવી દીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button