Paralympics 2024: ભારતને મળ્યો વધુ એક સિલ્વર મેડલ, આ ખેલાડીએ ડિસ્કસ થ્રોમાં કરી કમાલ…

પેરીસ: પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સ(Paris Paralympics 2024)માં ભારતીય ખેલાડીઓ કમાલ કરી રહ્યા છે, આજે ભારતને 8મો મેડલ મળ્યો છે. યોગેશ કથુનિયા(Yogesh Kathuniya)એ ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. યોગેશે મેન્સ ડિસ્કસ થ્રો F56 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો : ભારતે પૅરાલિમ્પિક્સની બૅડમિન્ટનમાં ચાર મેડલ પાકા કરી લીધા
યોગેશ કથુનિયાનો પ્રથમ થ્રો 42.22 મીટર હતો. આ પછી, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા અનુક્રમે 41.50 મીટર, 41.55 મીટર, 40.33 મીટર અને 40.89 મીટર હતા. હાલમાં ભારત મેડલ ટેલીમાં 30માં સ્થાને છે. અત્યાર સુધીમાં 1 ગોલ્ડ મેડલ સિવાય ભારતીય ખેલાડીઓએ 3 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
યોગેશ કથુનિયાએ અગાઉ ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ રીતે તેણે સતત બીજી પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. હવે ભારતના મેડલની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે. ભારતીય શૂટર અવની લેખારાએ R2 મહિલા 10 મીટર એર રાઈફલ (SH1)માં ગોલ્ડ મેડલ જીત્યો. આ પછી મોના અગ્રવાલે આ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ જીત્યો.
આ પણ વાંચો : પૅરાલિમ્પિક્સના ઓપનિંગમાં દિવ્યાંગ ડાન્સર્સ છવાઈ ગયા
ટોક્યોમાં પેરાલિમ્પિક્સમાં ભારતે કુલ 19 મેડલ જીત્યા હતા. આ વખતે ભારતીય એથ્લેટ્સ પેરિસમાં આ સંખ્યાને વટાવી શકે છે. આજે ભારતને પેરા બેડમિન્ટન, પેરા એથ્લેટિક્સ, પેરા શૂટિંગ અને પેરા આર્ચરીમાં મેડલ મળી શકે છે.
આજે ઘણા ખેલાડીઓ મેડલ મેચ/ફાઇનલ મેચો રમશે, જ્યારે ઘણા ખેલાડીઓ મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય રમતા જોવા મળશે.