પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

બૉક્સર લવલીના ક્વૉર્ટર ફાઇનલમાં, સતત બીજા ઑલિમ્પિક મેડલથી એક જ ડગલું દૂર

પૅરિસ: 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સરને હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતનાર આસામની મુક્કાબાજ લવલીના બોર્ગોહેઇન બુધવારે પૅરિસ ઑલિમ્પિક્સના ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. તે હવે મેડલ જીતવાથી ફક્ત એક જ ડગલું દૂર છે.

26 વર્ષની લવલીનાનો 75 કિલો વર્ગમાં બુધવારે પહેલો જ રાઉન્ડ હતો અને એમાં તેણે નોર્વેની સુનિવા હૉફ્સ્ટૅડને 5-0થી હરાવીને લાસ્ટ-એઇટ રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી હતી. સુનિવાએ જ્યારે પણ સામો પ્રહાર કરવાની કોશિશ કરી ત્યારે લવલીનાએ તેને જડબાતોડ જવાબ આપ્યો હતો અને તેને એક પણ ગેમ નહોતી જીતવા દીધી.

Read Also: મહારાષ્ટ્રનો શૂટર સ્વપ્નિલ કુસાળે ફાઇનલમાં પહોંચી ગયો

ત્રણ વર્ષ પહેલાં ટોક્યોની ઑલિમ્પિક ગેમ્સમાં લવલીના 69 કિલો વર્ગમાં બ્રૉન્ઝ જીતી હતી, પણ આ વખતે વધુ ઊંચા વર્ગમાં લડી રહી છે.

PTI

જોકે ટોક્યોમાં એ સમયની વિશ્ર્વવિજેતા ચેન નિન-ચિનને હરાવનાર લવલીના આ વખતે (ચોથી ઑગસ્ટની ક્વૉર્ટર ફાઇનલમાં) ટૉપ-સીડેડ ચીનની લિ કિઆનને પરાજિત કરશે તો નવાઈ નહીં લાગે, કારણકે મોટી સ્પર્ધાઓમાં ટોચની હરીફોને હરાવવી લવલીના માટે કંઈ નવું નથી.

Read Also: બૅડમિન્ટનમાં લક્ષ્ય સેન વર્લ્ડ નંબર-થ્રીને હરાવીને પહોંચી ગયો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં

લવલીનાને પૅરિસમાં ટફ ડ્રૉ મળ્યો છે, પરંતુ ભૂતકાળના પર્ફોર્મન્સીસ જોતાં તે ઘણી વાર મુશ્કેલ તબક્કામાંથી બહાર આવી હોવાથી ભારત તેની પાસે મેડલની આશા રાખી જ શકે.

ચોથી ઑગસ્ટે લવલીના સામે લડનાર ચીનની લિ કિઆન 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં 75 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતી હતી.

લવલીના 2023ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ તથા 2022ની એશિયન ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીતી હતી.
અર્જુન અવૉર્ડ અને ખેલરત્ન અવૉર્ડ જીતી ચૂકેલી લવલીનાને 2022માં આસામ સરકારે ડેપ્યૂટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસની માનદ પદવી આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો…