Paris Olympic :રાહુલ ગાંધીએ નીરજ ચોપરાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી : નીરજ ચોપરાએ(Neeraj Chopra)પેરિસ ઓલિમ્પિક્સ 2024માં(Paris Olympic)સિલ્વર મેડલ જીત્યો છે. ગુરુવારે રાત્રે રમાયેલી ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ બીજા ક્રમે રહ્યો હતો. નીરજે ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે તેમની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી . પરંતુ તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે.
તમે ફરી એકવાર ભારતને ખૂબ ગૌરવ અપાવ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ નીરજને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. નીરજને અભિનંદન આપતાં તેણે કહ્યું કે તે અદ્ભુત છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘નીરજ, તમે અદભૂત એથ્લેટ છો. પેરિસ ઓલિમ્પિકમાં તમારા શાનદાર પ્રદર્શન બાદ સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. તમે ફરી એકવાર ભારતને ખૂબ ગૌરવ અપાવ્યું છે.
સિલ્વર મેડલ જીત્યા પછી પણ આ સિદ્ધિથી દેશવાસીઓ ઝૂમી ઊઠયા
નીરજે સિલ્વર મેડલ જીત્યા પછી તેના ઘરે ઉજવણીનો માહોલ હતો. સોશિયલ મીડિયા પર પણ લોકોએ નીરજ ચોપરાને અભિનન્દન આપ્યા હતા. એના અગાઉ બોલિવુડની હસ્તીઓએ પણ તેને શુભકામનાઓ આપી હતી. 140 કરોડ ભારતીયને નીરજ ચોપરા પાસેથી ગોલ્ડ આશા હતી પણ સિલ્વર મેડલ જીત્યા પછી પણ આ સિદ્ધિથી દેશવાસીઓ ઝૂમી ઊઠયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતવા અંગે મોદીએ નીરજને વધાવ્યો હતો અને શુભેચ્છા આપી હતી.
Also Read –