Paris Olympics: આવતીકાલે ભારતના ખેલાડીઓ આટલી રમતોમાં લેશે ભાગ
પેરિસઃ પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics)માં ભારતે અત્યાર સુધી માત્ર એક મેડલ જીત્યો છે. ભારતીય શૂટર મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેના સિવાય ઘણા ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ હજુ સુધી અન્ય મેડલ મેળવી શક્યા નથી. આવતીકાલે (એટલે કે 30 ઓગસ્ટે) ભારતીય ખેલાડીઓ બેડમિન્ટન, તીરંદાજી, શૂટિંગ, હોકી અને બોક્સિંગ રમતા જોવા મળશે.
શૂટિંગ અને તીરંદાજી
-ઓલિમ્પિક્સની સત્તાવાર વેબસાઇટ અનુસાર ભારતીય શૂટર્સ રાજેશ્વરી કુમારી અને શ્રેયસી સિંહ મહિલા ટ્રેપ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભાગ લેશે., તે બપોરે 12:30 વાગ્યે શરૂ થશે.
તીરંદાજી વિશે વાત કરીએ તો અંકિતા ભકતનો મુકાબલો મહિલા સિંગલ ઈવેન્ટના એલિમિનેશન રાઉન્ડમાં પોલેન્ડની વાયલેટા મૈસઝોર સામે ટકરાશે. આ મેચ સાંજે 5.14 કલાકે શરૂ થશે. આ જ ઈવેન્ટમાં ભજન કૌરનો સામનો ઈન્ડોનેશિયાની સાઇફા નુરાફીફા કમાલ સામે થશે. આ મેચ સાંજે 5.27 કલાકે શરૂ થશે.
-અન્ય તીરંદાજી મેચમાં ધીરજ બોમ્માદેવરાનો સામનો મેન્સ સિંગલ્સમાં ચેક રિપબ્લિકના એડમ લી સામે થશે. આ મેચ રાત્રે 10.46 કલાકે શરૂ થશે.
આ પણ વાંચો : Paris Olympics 2024: લક્ષ્ય સેનની પ્રથમ જીતની ગણતરી કરવામાં આવશે નહીં, ભારતને ફટકો
હૉકી અને બેડમિન્ટન
-ભારતીય ખેલાડીઓને હૉકી અને બેડમિન્ટનમાં પણ રમતા જોવા મળશે. પુરૂષ હૉકી ટીમ પુલ- બીની મેચમાં આયરલેન્ડ સામે ટકરાશે. આ મેચ સાંજે 4.45 કલાકે શરૂ થશે.
-સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની બેડમિન્ટન મેન્સ ડબલ્સ જોડી ગ્રુપ સ્ટેજ ઈવેન્ટમાં ઈન્ડોનેશિયાની જોડી (સાંજે 5:30 વાગ્યે) સામે ટકરાશે.
-અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોની જોડી બેડમિન્ટનમાં ભાગ લેશે. બેડમિન્ટન મહિલા ડબલ્સ મેચમાં અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોની જોડીનો સામનો ઓસ્ટ્રેલિયાની સેતિયાના માપાસા અને એન્જેલા યુની જોડી સામે થશે. આ મેચ સાંજે 6.20 કલાકે શરૂ થશે.
બોક્સિંગ
-અમિત પંઘાલ પુરુષોની 51 કિગ્રા રાઉન્ડ ઓફ 16 મેચમાં ઝામ્બિયાના પેટ્રિક ચિનયેમ્બાને પડકાર આપશે (સાંજે 7:16)
-જેસ્મીન લેમ્બોરિયા મહિલાઓના 57 કિગ્રામાં રાઉન્ડ ઓફ 32 ગેમમાં ફિલિપાઈન્સની નેસ્ટી પેટેસિયોને હરાવવા પર રહેશે. આ મેચ રાત્રે 9.24 કલાકે શરૂ થવાની છે.
-મહિલાઓની 54 કિગ્રા વર્ગમાં પ્રીતિ પવાર રાઉન્ડ ઓફ 16 ઈવેન્ટમાં કોલંબિયાની યેની માર્સેલા એરિયસ કાસ્ટેનેડા સામે ટકરાશે. આ મેચ બપોરે 1.22 કલાકે શરૂ થશે.