પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

પૅરાલિમ્પિક્સના ઓપનિંગમાં દિવ્યાંગ ડાન્સર્સ છવાઈ ગયા

પૅરિસ: પૅરિસમાં ભવ્ય સમર ઑલિમ્પિક્સ યોજાઈ ગઈ એના લગભગ એક મહિના પછી બુધવારે દિવ્યાંગ ઍથ્લીટો અને ખેલાડીઓ માટેની પૅરા ઑલિમ્પિક્સની શાનદાર ઓપનિંગ સેરેમની યોજવામાં આવી હતી. આ 17મી પૅરાલિમ્પિક્સ છે અને પહેલી જ વખત પૅરાલિમ્પિક્સનો પ્રારંભિક સમારોહ સ્ટેડિયમની બહાર પણ યોજાયો હતો.

આ પણ વાંચો: ભાવિના પટેલ-સોનલ પટેલ કહે છે, ‘અમે મેડલ લઈને જ પૅરિસથી પાછી આવીશું’

આ સમારંભમાં અસંખ્ય દિવ્યાંગ કલાકારોના પર્ફોર્મન્સ હતા અને તેમણે પોતાની ડાન્સની કલાથી આખો માહોલ આનંદિત અને રોમાંચક બનાવી દીધો હતો.

આ પણ વાંચો: આજથી પેરિસમાં દિવ્યાંગ સ્પર્ધકોની પૅરા ઑલિમ્પિક્સ…

50,000 પ્રેક્ષકોએ આ રંગારંગ કાર્યક્રમ માણ્યો હતો. સમારંભની શરૂઆતમાં જ પૅરિસના મુખ્ય સ્ટેડિયમની ઉપરથી ફ્રાન્સના ફાઇટર પ્લેન ઉડ્યા હતા અને એમાંથી ફૂલો તથા રંગોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો.

મહિનામાં ફરી એકવાર પૅરિસમાં બીજો મેગા રમતોત્સવ શરૂ થયો હતો. વિશ્ર્વ વિખ્યાત માર્શલ આર્ટ્સ ચૅમ્પિયન અને ઍક્ટર જૅકી ચૅને પૅરાલિમ્પિક મશાલ સાથે આગમન કરીને સૌ કોઈને ઉત્સાહિત કરી દીધા હતા અને ઉપસ્થિત તમામ લોકોમાં રોમાંચ છવાઈ ગયો હતો. સ્વીડિશ કૉરિયોગ્રાફર ઍલેક્ઝાંડર એકમૅનના દિગ્દર્શનમાં લેજન્ડરી ઍથ્લીટો, સિંગર્સ અને ડાન્સર્સે ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી વાતાવરણને ઊર્જામય રાખ્યું હતું.

પ્લેસ દ લા કૉન્કર્ડ ખાતે કૅનેડિયન મ્યૂઝિશ્યન, સૉન્ગ રાઇટર અને પ્રૉડ્યૂસર શિલી ગૉન્ઝાલેસ જ્યારે પિયાનો પર હતા ત્યારે બીજી બાજુ દિવ્યાંગ કલાકારોએ સ્ટેજ પર્ફોર્મન્સ શરૂ કર્યા હતા. ફ્રેન્ચ સિંગર ક્રિસ્ટિન તથા ક્વીન્સે જાણીતા ગીતો ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મુસા મૉથા નામનો ડાન્સર હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવી-દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેણે કૅન્સરમાં એક પગ ગુમાવ્યો હતો, પરંતુ તેની હિંમત અને કલાને દાદ આપવી જોઈએ એવું તેણે અનોખી સ્ટાઇલમાં પર્ફોર્મ કર્યું હતું.

આઠમી સપ્ટેમ્બર સુધી ચાલનારી પૅરાલિમ્પિક્સમાં 4,000થી પણ વધુ ઍથ્લીટો-ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
મહિના પહેલાં સમર ઑલિમ્પિક્સના ઓપનિંગ વખતે મેઘરાજા વિઘ્ન બન્યા હતા, પણ બુધવારે પૅરાલિમ્પિક્સના પ્રારંભિક સમારોહમાં આવું નહોતું બન્યું. ભારત સહિત વિવિધ દેશોના ઍથ્લીટોની પૅરિસ શહેરમાં પરેડ નીકળી હતી.

ભાલાફેંકના ઍથ્લીટ સુમિત અંતિલ અને ગોળા ફેંકની ઍથ્લીટ ભાગ્યશ્રી જાધવે તિરંગા સાથે ભારતીય સંઘની આગેવાની સંભાળી હતી.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો