ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

ભાવિના પટેલ-સોનલ પટેલ કહે છે, ‘અમે મેડલ લઈને જ પૅરિસથી પાછી આવીશું’

બુધવારથી પૅરાલિમ્પિક્સ, ભારતના 84 ઍથ્લીટ ભાગ લેશે

નવી દિલ્હી: બુધવાર, 28મી ઑગસ્ટે પૅરિસમાં દિવ્યાંગ ઍથ્લીટો અને ખેલાડીઓ માટેની પૅરાલિમ્પિક ગેમ્સ (પૅરાલિમ્પિક્સ) શરૂ થશે અને એમાં મહિલાઓની ટેબલ ટેનિસમાં ડબલ્સ કૅટેગરીમાં ભાગ લેનાર ગુજરાતની બે મહિલા ખેલાડીઓ ભાવિના પટેલ તથા સોનલ પટેલ મેડલ સાથે સ્વદેશ પાછાં આવવાં મક્કમ છે.

ભાવિના પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની અને સોનલ પટેલ વિરમગામની છે.
ભાવિના પટેલનું કહેવું છે કે ‘અમે ચીનની હરીફોને હરાવી શકીએ એમ છીએ. આખરે તેઓ પણ અમારી જેમ માનવ જ છે, તેમને કેમ ન હરાવી શકાય! હું ચીની પ્લેયર સામે કોઈ જ ખતરો મહેસૂસ નથી કરતી. 2021માં ટોક્યો પૅરાલિમ્પિક્સમાં મેં એક ચીની હરીફને હરાવી જ હતી એટલે ચીની પ્લેયરને હરાવવાની બાબતમાં મારા પર કોઈ જ માનસિક દબાણ નથી.’

આ પણ વાંચો: મોદીએ ઍથ્લીટોને કહ્યું, ‘મારી દૃષ્ટિએ તમે બધા 2036ની ઑલિમ્પિક્સના સૈનિકો જેવા છો’

ભાવિના 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ક્લાસ-4 ઇવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ પ્લેયર બની હતી.
આ ટેબલ ટેનિસ ખેલાડીઓ સહિત કેટલાક ઍથ્લીટો શનિવારે પૅરિસ જવા રવાના થયા હતા.

પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતના કુલ 84 ઍથ્લીટો-ખેલાડીઓ ભાગ લેશે. તેમની સાથે કોચ સહિત કુલ 95 અધિકારીઓ મોકલવામાં આવી રહ્યા છે.

ભાવિના પટેલ કૉમનેવેલ્થ ગેમ્સના રમતોત્સવમાં ચૅમ્પિયન બની હતી તેમ જ એશિયન ગેમ્સમાં પણ મેડલ જીતી હતી. તેણે વીડિયોમાં એવું પણ કહ્યું કે ‘હું કોઈ જ રીતે નર્વસ નથી. મારો બેસ્ટ પર્ફોર્મન્સ બહાર લાવવા પર પૂરું ધ્યાન આપીશ. હું અને મારી જોડીદાર સોનલ પટેલ દૃઢપણે માનીએ છીએ કે જ્યારે આપણે સ્પર્ધામાં આપણું બેસ્ટ આપવા મક્કમ હોઈએ ત્યારે મનમાં બીજો કોઈ જ વિચાર ન આવે.’

આ પણ વાંચો: PM Modiએ પૂછ્યું, Paris Olympicમાં રૂમમાં AC ના હોવાને કારણે કોણે કોસ્યા? જવાબમાં…

ભાવિનાની પાર્ટનર સોનલ પટેલે કહ્યું, ‘મેં અને ભાવિનાએ પ્રૅક્ટિસમાં બમણી મહેનત કરી છે. અમે બન્ને જોડીદાર પૅરિસથી મેડલ લઈને જ પાછી આવીશું.’

પુરુષ વર્ગમાં બૅડમિન્ટનની સિંગલ્સમાં ક્રિષ્ના નાગર ટોક્યો પૅરાલિમ્પિક્સમાં એસએચ-6 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તે આ વખતે પણ સુવર્ણ ચંદ્રક સાથે પાછો આવવા મક્કમ છે.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…