આજથી Paris Olympics 2024ની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની શરૂઆત, જાણો આજનું શિડયુલ
પેરીસ: ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ(Paris Olympics 2024)ની ઈવેન્ટ્સ આજે 24 જુલાઈથી શરૂ થશે. ઈતિહાસમાં ત્રીજી વખત પેરિસ શહેરમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અગાઉ વર્ષ 1900 અને 1924 બાદ ઓલિ મ્પિક ગેમ્સનું આયોજન પેરીસમાં કરવામાં આવી રહ્યું છે. 26મી જુલાઈના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ તે પહેલા આજથી ઈવેન્ટ્સ શરૂ થઈ જશે.
આજે 24મી જુલાઈએ બે ઈવેન્ટ્સ થશે, જ્યારે આવતી કાલે 25મી જુલાઈએ ભારતીય એથ્લેટ્સ પણ એક્શનમાં જોવા મળશે. પેરિસ ઓલિમ્પિક્સ 2024માં, 24 જુલાઈના રોજ બે ઈવેન્ટ્સ રમાશે, જેમાંથી એક ફૂટબોલ (Foot ball) અને બીજી રગ્બી સેવન્સ (Rugby) છે.
ફૂટબોલમાં ગ્રુપ બી અને સીમાં સામેલ ટીમો વચ્ચે મેચ રમાશે. આમાં, કોપા અમેરિકા 2024 ટ્રોફી જીતનાર આર્જેન્ટિનાની ટીમ ગ્રુપ બીમાં મોરોક્કન ટીમ સાથે ટકરાશે. યુરો 2024 જીતનાર સ્પેનની ટીમ ઉઝબેકિસ્તાનની ટીમ સામે મેચ રમશે. આ બંને મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે શરૂ થશે.
ઓલિમ્પિક વેબસાઈટ અનુસાર, રગ્બી સેવન્સની પૂલ બીમાં ઓસ્ટ્રેલિયાનો સામનો સમોઆની ટીમ સાથે થશે, જ્યારે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ 25 જુલાઈએ સવારે 1 વાગ્યે શરૂ થશે.
ભારતીય આર્ચરી ટીમ આવતીકાલે મેડલ કબજે કરશે?
ઓલિમ્પિક 2024માં આવીકાલે 25 જુલાઈએ યોજાનારી ઈવેન્ટ્સની વાત કરીએ તો ભારતીય આર્ચરી ટીમ એક્શનમાં જોવા મળશે. મહિલાઓની વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ ઈવેન્ટ ઉપરાંત, આર્ચરીમાં પુરુષોની વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ ઈવેન્ટ પણ હશે, જેમાં ભારતીય મહિલા તરફથી દીપિકા કુમારી, અંકિતા ભકત અને ભજન કૌર એક્શનમાં જોવા મળશે, જ્યારે પુરુષો તરફથી રમેશ પ્રવીણ જાધવ, તરુણદીપ રોય અને ધીરજ બોમ્માદેવરા એક્શનમાં જોવા મળશે.
જ્યારે આ દિવસે ફૂટબોલ અને રગ્બીની મેચો પણ રમાશે, તીરંદાજી ઉપરાંત હેન્ડબોલની સ્પર્ધાઓ પણ શરૂ થશે.