
પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં શુક્રવારે ઑલિમ્પિક ગેમ્સની અવિસ્મરણીય, અદ્વિતીય, અદભુત, અકલ્પનીય, અણમોલ, અસાધારણ ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. ઑલિમ્પિક્સના સવાસો વર્ષના ઇતિહાસમાં પહેલી વાર સ્ટેડિયમની બહાર પ્રારંભિક સમારોહ યોજીને ફ્રાન્સે વિશ્વના આ સૌથી મોટા રમતોત્સવની ઓપનિંગ સેરેમનીના આયોજનમાં નવો ચીલો પાડ્યો છે.

પૅરિસમાં એફિલ ટાવરની નજીક વિખ્યાત સેન નદી પરના પુલ પર તેમ જ આસપાસના ભાગોમાં અને ઇમારતોની બાલ્કનીઓમાં લાખો લોકો જમા થયા હતા અને તેમણે તેમ જ ટીવી પર કરોડો દર્શકોએ સાડા ચાર કલાકનો આ યાદગાર સમારોહનો બેનમૂન નજારો માણ્યો હતો.

ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલા ભારત સહિત 206 દેશના ઍથ્લીટોને સેન નદીની પરેડમાં અલગ-અલગ લૉન્ચમાં અને બોટમાં લાવવામાં આવ્યા હતા. દરેક લૉન્ચ-બોટમાંના ઍથ્લીટો ખૂબ રોમાંચિત હતા અને ઉત્સાહભેર પરેડમાં ભાગ લીધો હતો અને આસપાસના લાખો પ્રેક્ષકોએ તેમનું પૅરિસમાં ભવ્ય સ્વાગત કર્યું હતું.
| Also Read: ભારતના 21 નિશાનબાજો મેડલના 12 વર્ષના દુકાળનો અંત લાવી શકશે?

ખેલાડીઓની પરેડ બાદ રંગબેરંગી લાઈટ્સ, બલૂન અને અગન જવાળા સાથે ઠેર ઠેર સ્ટેજ શૉ યોજાયો હતો.
આધુનિક ટેક્નોલોજીથી બનાવેલો મિકેનિકલ હોર્સ, લૅડી ગાગા તથા અન્ય સેલિબ્રિટી સિંગર્સ અને એકટર્સના પર્ફોર્મન્સ આ સમારોહની વિશેષતાઓ હતી.


| Also Read: Paris Olympics 2024: ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પૂર્વે પેરિસમાં હાઇ-સ્પીડ રેલ નેટવર્કમાં તોડફોડ
ફ્રાન્સ અને યુરોપની પ્રાચીન અને વર્તમાન સંસ્કૃતિને તેમ જ એકતા, ઓલિમ્પિક્સ યોજવા પાછળના ઉદેશને આ સમારોહમાં આવરી લેવાયા હતા.

ફૂટબોલર ઝીનેડીન ઝિદાન, રાફેલ નડાલ, સેરેના વિલિયમ્સ, એમેલી મોરેસ્મો, કાર્લ લુઇસ વગેરે લેજન્ડરી ખેલાડીઓના ઓલિમ્પિક મશાલ સાથેના પર્ફોર્મન્સને લીધે આ સમારોહને ચાર ચાંદ લાગી ગયા હતા.


| Also Read: Paris Olympics 2024: ખરાખરીના ખેલોત્સવનાં ઐતિહાસિક ઓપનિંગની ઘડીઓ ગણાઈ રહી છે…
ફ્રાન્સના પ્રમુખ મેક્રોને ઑલિમ્પિક્સના આરંભ માટે લીલી ઝંડી બતાવી હતી અને છેલ્લે ઇકો-ફ્રેન્ડલી ઑલિમ્પિક કોલ્ડ્રોને એફિલ ટાવર નજીકનાં અવકાશમાં ઉડાણ ભરી હતી. એ સાથે ઐતિહાસિક સમારોહ પૂરો થયો હતો.