ટોપ ન્યૂઝપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ
Paris Olympic 2024: મનુ ભાકર-સરબજોત સિંહે ઈતિહાસ રચ્યો, મિક્સ્ડ શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો

પેરીસ ઓલમ્પિકમાં ભારતને બીજો મેડલ મળ્યો છે. મનુ ભાકર (Manu Bhaker) અને સરબજોત સિંહે(Sarabjot Singh)એ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
આ સાથે જ મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની છે, માનુ અગાઉ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ બ્રોન્ઝ જીતી ચુકી છે. માનુ અને સમગ્ર દેશ માટે આ એક મોટી ક્ષણ છે.
ભારતે 2024 પેરિસ ઓલિમ્પિકમાં તેનો બીજો મેડલ જીત્યો છે. મનુ ભાકર અને સરબજોત સિંહની ભારતની જોડીએ કોરિયન જોડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ મેચમાં આઠ રાઉન્ડ જીત્યા હતા. જ્યારે કોરિયન જોડી માત્ર પાંચ રાઉન્ડ જીતી શકી હતી.