Paris Olympic: વિનેશ ફોગાટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, શું થયું વિનેશને?

પેરીસ ઓલમ્પિક 2024 (Paris Olympic 2024) ની મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલ પહેલા વધુ વજન હોવાને કારણે વિનેશ ફોગાટ(Vinesh Phogat)ને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી, જેના કારણે દેશના ખેલ પ્રેમીઓ આઘાતમાં છે. એવામાં વધુ એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે,કે વિનેશ ફોગાટને ડિહાઈડ્રેશનના કારણે પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
વિનેશે મંગળવારે રાત્રે સેમીફાઈનલ ઈવેન્ટમાં જીત મળેવી ગોલ્ડ મેડલ મુકાબલામાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બનીને ઈતિહાસ રચ્યો હતો. એક મીડિયા અહેવાલ મુજબ વિનેશ, તેના કોચ અને સહાયક સ્ટાફે તેના વાળ કાપવા અને લોહી ડ્રો કરવા જેવા આત્યંતિક પ્રયાસ કર્યા હતા, છતાં તેનું વજન અનુમતિપાત્ર મર્યાદા કરતાં 100-150 ગ્રામ વધુ રહ્યું હતું.
ઓલમ્પિકના નિયમોના અનુસાર, ખેલાડીઓએ પ્રારંભિક રાઉન્ડની સવારે અને ફાઈનલની સવારે તેમનું વજન દર્શાવવાનું હોય છે. મંગળવારે જ્યારે વિનેશનું વજન 50 કિલોની મર્યાદામાં હતું, ત્યાર બાદ એક દિવસમાં તેનું વજન વધી ગયું હતું.
એક અહેવાલ મુજબ જણાવ્યા અનુસાર, રાત્રે તેનું વજન 50 કિલોથી બે કિલોગ્રામ વધારે હતું, યોગ્યતાના માપદંડમાં ફીટ થવા તે આખી રાત ઊંઘી ન હતી, તેણે જૉગિંગથી માંડીને સ્કિપિંગ અને સાયકલ ચલાવવા સુધી કસરતો કરી હતી.
Also Read –