સ્પોર્ટસ

પૅરિસ ઑલિમ્પિક્સ માટે ભારતીય હૉકી ટીમની જાહેરાત, જાણો કયા 16 ખેલાડીઓને ટીમમાં સમાવાયા

નવી દિલ્હી: ક્રિકેટનો વર્લ્ડ કપ 29મી જૂને પૂરો થશે ત્યાર પછી પૅરિસ ઑલિમ્પિકસનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે અને ભારતના કરોડો સ્પોર્ટ્સપ્રેમીઓનું ધ્યાન પૅરિસ પર હશે. એમાં ખાસ કરીને હૉકીની સ્પર્ધા પર ભારતીયોનું ધ્યાન રહેશે. કારણ એ છે કે ઑલિમ્પિક્સમાં હૉકીના સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા ભારતે છેલ્લો સુવર્ણચંદ્રક મેળવ્યો એને સાડાચાર દાયકા થઈ ગયા છે એટલે આ વખતે એ ઇન્તેજાર પૂરો થઈ જશે એવી આશા સૌકોઈ ભારતીય હૉકીપ્રેમીની હશે. ભારતીય મેન્સ હૉકી ટીમની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મૅરી કૉમે અચાનક પૅરિસ ઑલિમ્પિક્સ માટેના ભારતીય સંઘના ટોચના સ્થાનેથી રાજીનામું આપી દીધું

હરમનપ્રીત સિંહ 16 મેમ્બરની ભારતીય હૉકી ટીમનો કૅપ્ટન અને હાર્દિક સિંહ વાઇસ-કૅપ્ટન છે. ટીમમાં કેટલાક સિનિયર ખેલાડીઓ તેમ જ પાંચ પ્લેયર એવા છે જેઓ ઑલિમ્પિક્સમાં ડેબ્યૂ કરશે.

2020ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ટીમ બ્રૉન્ઝ જીતી હતી. સમર ઑલિમ્પિક્સમાં ભારતે ચંદ્રક મેળવ્યો હોય એવું છેક 41 વર્ષે બન્યું હતું.

આ વખતે ભારતને ગ્રૂપ-બીમાં મૂકવામાં આવ્યું છે જેમાં બેલ્જિયમ, ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ન્યૂ ઝીલૅન્ડ અને આયરલૅન્ડ સામેલ છે. બન્ને ગ્રૂપની ટોચની ચાર-ચાર ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચશે.

આ પણ વાંચો: Paris Olympics: સ્પેનના જૂના અને નવા ટેનિસ ચૅમ્પિયનને સાથે મળીને પૅરિસ ઑલિમ્પિક્સનો મેડલ જીતવો છે

હાલમાં ભારતીય ખેલાડીઓ બેન્ગલૂરુના નૅશનલ કૅમ્પમાં પ્રૅક્ટિસ કરી રહ્યા છે. ગોલકીપર પીઆર શ્રીજેશ અને મિડફીલ્ડર મનપ્રીત સિંહની આ ચોથી અને હરમનપ્રીત સિંહનો ત્રીજી સમર ઑલિમ્પિક્સ છે.
ભારતની પ્રથમ મૅચ 27મી જુલાઈએ ન્યૂ ઝીલૅન્ડ સામે રમાશે.

ભારતીય હૉકી ટીમ:

ગોલકીપર: પીઆર શ્રીજેશ

ડિફેન્ડર્સ: જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ (કૅપ્ટન), સુમિત અને સંજય.

મિડફીલ્ડર્સ: રાજકુમાર પાલ, શમશેર સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ.

ફૉરવર્ડ્સ: અભિષેક, સુખજીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ અને ગુર્જન્ત સિંહ.
વૈકલ્પિક ખેલાડીઓ: નીલકંઠ શર્મા, જુગરાજ સિંહ, ક્રિશન બહાદુર પાઠક.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button