Paris Olympic: રેસલિંગમાં ગોલ્ડ જીતનાર સારાહ હિલ્ડેબ્રાન્ડે વિનેશ અંગે કહી મોટી વાત
પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympic 2024)માંથી વિનેશ ફોગાટ (Vinesh Phogat)ને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ રેસલિંગ (Wrestling) જગતમાં ખળભળાટ મચી ગયો હતો. પરીસ ઓલમ્પિકમાં 50 kg ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં યુએસની સારાહ હિલ્ડેબ્રાન્ડે (Sarah Hildebrandt) ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિનેશ સારાહ સામે ફાઈનલ મેચ રમવાની હતી, પણ તે ગેરલાયક ઠર્યા બાદ સારાહ અને ક્યુબાની યુસ્નેલીસ ગુઝમેન લોપેઝ (Yusneylis Guzman Lopez of Cuba) વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં સારાહે લોપેઝને ૩-0થી હરાવી ગોલ્ડ જીત્યો હતો.
સારાહ હિલ્ડેબ્રાન્ડે વિનેશને ગેરલાયક ઠેરવવા અને તેની જીત અંગે વાત કરી હતી. તેના માટે બુધવાર અસામાન્ય દિવસ રહ્યો હતો. ફાઈનલ મેચ પહેલા વિનેશનું વજન 50kgથી 100 ગ્રામથી વધુ નોંધાતા તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યારે સારાહ હિલ્ડેબ્રાન્ડે વિચાર્યું કે ફાઇનલ રમ્યા વિના ગોલ્ડ મેડલ તેને આપી દેવમાં આવશે. તેને ઉજવણી શરુ કરી દીધી હતી. એક કલાક બાદ હિલ્ડેબ્રાન્ડને જાણ કરવામાં આવી હતી કે ગોલ્ડ મેડલ જીતવા માટે તેણીએ ક્યુબાના યુસ્નેલીસ ગુઝમેન લોપેઝ સામે મેચ રમવી પડશે.
સેમિફાઇનલમાં વિનેશ ફોગાટ સામે હારી ગયેલા ગુઝમેન લોપેઝને બ્રોન્ઝ મેડલ મેચમાંથી ફાઈનલ મેચમાં અપગ્રેડમાં આવી હતી. 30 વર્ષીય સારાહ હિલ્ડેબ્રાન્ડે કહ્યું, “ઉજવણી કરવામાં આવી હતી, ‘ઓહ માય ગોડ, મેં હમણાં જ ઓલિમ્પિક મેડલ જીત્યું.’ અને એક કલાક પછી મને જાણ કરવામાં આવી કે તમે ઓલિમ્પિક્સ જીત્યા નથી. આ ખૂબ જ વિચિત્ર હતું, બધું ફરીથી સેટ કરવું પડ્યું.”
સારાહ હિલ્ડેબ્રાન્ડે ફાઈનલ મેચમાં ગુઝમેન લોપેઝને 3-0થી હરાવીને આખરે ગોલ્ડ મેડલ મેળવ્યો, તે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનાર ચોથી યુએસ મહિલા બની.
તેણે વિનેશ ફોગાટ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. મેચના દિવસે તે વજન ઘટાડવાની કેવી પ્રક્રિયામાંથી પસાર થાય છે એ અંગે પણ વાત કરી હતી.
હિલ્ડેબ્રાન્ડે કહ્યું, “હું પણ ઘણું વજન ઘટાડું છુ, હું વિનેશની ભાવના સમજી શકું છું, ગઈ કાલે તેણે અદભુત પ્રદર્શન કર્યું હતું, તેણે વિચાર્યું પણ નહીં હોય કે તેના માટે ઓલિમ્પિક્સનો અંત આ રીતે આવશે, નિશ્ચિતપણે, મારી ભાવના તેના પ્રત્યે છે, મને લાગે છે કે તે એક અદ્ભુત સ્પર્ધક છે.”
કુસ્તીમાં વજન ઘટાડવું એ એક સામાન્ય પ્રથા છે, એથ્લેટ મોટાભાગે તાકાતનો લાભ મેળવવા માટે તેમના શરીરના વજન કરતા ઓછા વજનની શ્રેણીઓમાં ભાગ લે છે. અને સમય આવ્યે વજન ઘટાડે છે. વિનેશ બુધવારે સવારે વધારાનું વજન ઘટાડી શકી નહીં.
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગને વેઈટ ક્લાસ ઉમેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને વજન ઘટાડવાના જોખમો અંગે પણ ચર્ચા થઇ રહી છે.
Also Read –