ઇન્ટરનેશનલપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

આજથી પેરિસમાં દિવ્યાંગ સ્પર્ધકોની પૅરા ઑલિમ્પિક્સ…

રાત્રે 11.30 વાગ્યે ઓપનિંગ સેરેમની: ભારતના 84માંથી ક્યા ઍથ્લીટ મેડલ માટે ફેવરિટ?

પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં સમર ઑલિમ્પિક્સની જવલંત સફળતા બાદ હવે પરંપરા મુજબ એ જ સ્થળે દિવ્યાંગ ઍથ્લીટ્સ અને પ્લેયર્સ માટેની પૅરા ઑલિમ્પિક્સનો આજે આરંભ થઈ રહ્યો છે.

ભારતીય સમય અનુસાર આજે રાત્રે 11.30 વાગ્યે ઓપનિંગ સેરેમની યોજાશે અને આવતી કાલથી સ્પર્ધાઓની શરૂઆત થશે.

Image Source : PTI…The Week

2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતીયો પાંચ ગોલ્ડ સહિત કુલ 19 મેડલ જીત્યા હતા, પરંતુ આ વખતે પચીસથી પણ વધુ ચંદ્રકો મળવાની આશા છે.

Image Source : PTI

ઉલ્લેખનીય છે કે 2023ની એશિયન ગેમ્સમાં ભારતીય દિવ્યાંગો વિક્રમજનક 29 ગોલ્ડ સહિત કુલ 111 મેડલ જીત્યા હતા.
ઓપનિંગ સેરેમની મુખ્ય ઑલિમ્પિક્સની જેમ સ્ટેડિયમમાં નહીં, પણ સેન નદીમાં બોટ-પરેડ સાથે શરૂ થશે તેમ જ વિવિધ સ્ટેજ શૉમાં ડાન્સ, મ્યૂઝિકના તથા અન્ય રંગબેરંગી અને રોમાંચક કાર્યક્રમો યોજાશે.

આ પણ વાંચો : ભાવિના પટેલ-સોનલ પટેલ કહે છે, ‘અમે મેડલ લઈને જ પૅરિસથી પાછી આવીશું’

આ પ્રારંભિક સમારોહમાં એફિલ ટાવર અને બીજા ઐતિહાસિક સ્થાનોને પણ આવરી લેવાશે. કુલ 65,000 પ્રેક્ષકો ઓપનિંગ સેરેમનીને પ્રત્યક્ષ નિહાળશે અને કરોડો દર્શકો ટીવી પર માણશે.

Image Source : India. Com

ભારતના કુલ 84 સ્પર્ધક આ દર ચાર વર્ષે યોજાતા મેગા રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. પૅરાલિમ્પિક્સના ઇતિહાસમાં ભારતના સ્પર્ધકોનો અત્યાર સુધીનો આ સૌથી મોટો સંઘ છે. તેઓ કુલ 12 રમતોની હરીફાઈઓમાં ભાગ લેશે.

આ પણ વાંચો : જય શાહ આઇસીસીના યંગેસ્ટ અધ્યક્ષ બન્યા, બિનહરીફ ચૂંટાયા

ઍથ્લીટો સુમિત એન્ટિલ અને ભાગ્યશ્રી જાધવ ઓપનિંગમાં રાષ્ટ્ર્રધ્વજ સાથે ભારતીય સંઘની આગેવાની સંભાળશે.
ભારતને મેડલ માટે સૌથી વધુ અપેક્ષા સુમિત એન્ટિલ (ભાલાફેંક), અવની લેખરા (શૂટિંગ), શીતલ દેવી (તીરંદાજી), માનસી જોશી (બૅડમિન્ટન), હોકાતો સેમા (ગોળા ફેંક), જ્યોતિ ગડેરિયા (સાયકલિંગ), નારાયણ કોંગાનાપલ્લે (રોવિંગ), ભાવિના પટેલ તથા સોનલ પટેલ (ટેબલ ટેનિસ), મનીષ નારવાલ (શૂટિંગ), ભાગ્યશ્રી જાધવ (ગોળા ફેંક), ક્રિષ્ના નાગર (બૅડમિન્ટન), યોગેશ કથુનિયા (ડિસ્ક્સ થ્રો), દીપ્તિ જીવાનજી (400 મીટર દોડ), સુહાસ યથિરાજ (બૅડમિન્ટન), મરિયપ્પન થાન્ગાવેલુ (હાઈ જમ્પ) વગેરે ખેલાડીઓ પાસે છે.

11 દિવસના આ સ્પોર્ટ્સ જલસામાં કુલ મળીને 184 દેશ તથા અન્ય સંઘોના કુલ 4,400 સ્પર્ધક ભાગ લઈ રહ્યા છે.


ભારતનું આવતી કાલનું શેડ્યૂલ

પૅરા બૅડમિન્ટન:
મિક્સ્ડ ડબલ્સ, ગ્રૂપ સ્ટેજ, બપોરે 12.00 પછી
મેન્સ સિંગલ્સ, ગ્રૂપ સ્ટેજ, બપોરે 12.00 પછી
વિમેન્સ સિંગલ્સ, ગ્રૂપ સ્ટેજ, બપોરે 12.00 પછી

પૅરા સ્વિમિંગ:
મેન્સ 50મીટર ફ્રીસ્ટાઈલ, બપોરે 1.00 વાગ્યાથી પછી

પૅરા ટેબલ ટેનિસ:
વિમેન્સ ડબલ્સ, બપોરે 1.30 પછી
મેન્સ ડબલ્સ, બપોરે 1.30 પછી
મિક્સ્ડ ડબલ્સ, બપોરે 1.30 પછી

પૅરા ટાએકવૉન્ડો :
વિમેન્સ કે4447 કિલો વર્ગ, બપોરે 1.30 પછી

પૅરા શૂટિંગ:
વિમેન્સ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ, પ્રી-ઇવેન્ટ ટ્રેઈનિંગ, બપોરે 2.30
મિક્સ્ડ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ, પ્રી-ઇવેન્ટ ટ્રેઈનિંગ, સાંજે 4.00
મેન્સ 10 મીટર એર પિસ્તોલ સ્ટેન્ડિંગ, પ્રી-ઇવેન્ટ ટ્રેઈનિંગ, સાંજે 5.45

પૅરા સાયકલિંગ:
વિમેન્સ સી-13 3,000 ઇન્ડિવિજયૂઅલ, ક્વોલિફાઇંગ, સાંજે 4.25

પૅરા તીરંદાજી:
વિમેન્સ ઇન્ડિવિજ્યૂઅલ કમ્પાઉન્ડ, ઓપન રેન્કિંગ રાઉન્ડ, સાંજે 4.30 વાગ્યે
મેન્સ ઇન્ડિવિજ્યૂઅલ, રિકર્વ ઓપન રેન્કિંગ રાઉન્ડ, સાંજે 4.30 વાગ્યે
મેન્સ ઇન્ડિવિજ્યૂઅલ કમ્પાઉન્ડ, ઓપન રેન્કિંગ રાઉન્ડ, રાત્રે 8.30 વાગ્યે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button