વિકેટકીપિંગમાં પંતની હાજરીથી બુમરાહને શું નુકસાન થયું છે?
યશસ્વીને પહેલા બૉલે આઉટ કરીને સ્ટાર્કે મોટા વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી, નીતિશ રેડ્ડીએ પણ વિક્રમ રચ્યો
ઍડિલેઇડઃ અહીં પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટ (સવારે 9.30થી વાગ્યાથી)માં પ્રથમ દિવસે કુલ 11 વિકેટ પડી હતી તો કેટલાક કૅચ પણ છૂટ્યા હતા. ભારતીય ટીમ 180 રનમાં આઉટ થઈ ગઈ ત્યાર પછી ઑસ્ટ્રેલિયાએ 86 રનમાં એક વિકેટ ગુમાવી હતી. જસપ્રીત બુમરાહ શરૂઆતથી જ ત્રાટક્યો હતો અને તેણે ઓપનર ઉસમાન ખ્વાજા (13 રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. જોકે બુમરાહની બોલિંગમાં વિકેટકીપર રિષભ પંતે છોડેલા કૅચના આંકડા સ્તબ્ધ કરી દે એવા છે.
આ પણ વાંચો : IND vs AUS 2nd Test: પિંક બોલ સામે ભારતીય બેટ્સમેન ન ટકી શક્યા! ટીમ માત્ર આટલા રનમાં ઓલઆઉટ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બુમરાહની બોલિંગમાં વિકેટકીપરોના હાથે જે નવ કૅચ છૂટ્યા છે એમાંથી આઠ કૅચ પંતના હાથે છૂટ્યા છે. જોકે બુમરાહની બોલિંગમાં પંતે 34 કૅચ પણ પકડ્યા છે.
ઍડિલેઇડમાં શુક્રવારના પહેલા દિવસે પહેલા બૉલથી જ મિચલ સ્ટાર્ક ભારતીય ટીમ પર ત્રાટક્યો અને જોરદાર આંચકો આપ્યો હતો. તેણે મૅચના પહેલા જ બૉલ પર યશસ્વી જયસ્વાલને આઉટ કરી દીધો હતો. ઘણા દિવસોની પ્રૅક્ટિસ બાદ બન્ને ટીમ મેદાન પર આવી, રાષ્ટ્રગીતમાં ખેલાડીઓએ હાજરી આપી અને મૅચ શરૂ થઈ હતી. યશસ્વીએ હજી તો સ્ટાન્સ લીધું અને સ્ટાર્કે રન-અપ પર દોડવાની શરૂઆત કરી અને પળવારમાં યશસ્વી (પહેલા જ બૉલ પર) એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો.
સ્ટાર્કે ટેસ્ટ મૅચના પહેલા બૉલમાં વિકેટ લીધી હોવાનો આ ત્રીજો બનાવ હતો અને એ સાથે તેણે પેડ્રો કૉલિન્સની બરાબરી કરી છે. સ્ટાર્કે અગાઉ ઇંગ્લૅન્ડના રૉરી બર્ન્સને અને શ્રીલંકાના કરુણારત્નેને ટેસ્ટના પ્રથમ બૉલમાં આઉટ કર્યો હતો.
આ પણ વાંચો : વિરાટને વધુ એક સેન્ચુરી ઍડિલેઇડમાં બનાવશે અવ્વલ, જાણો કેવી રીતે…
નીતિશ કુમાર રેડ્ડીએ વર્તમાન સિરીઝમાં ત્રણ ઇનિંગ્સમાં કુલ છ સિક્સર ફટકારી છે જેમાંની પાંચ સિક્સર ફાસ્ટ બોલર્સની બોલિંગમાં ફટકારી છે. ઑસ્ટ્રેલિયામાં ભારતના કોઈ બૅટરે ટેસ્ટમાં ફાસ્ટ બોલર્સની બોલિંગમાં કુલ છગ્ગા ફટકાર્યા હોય એના આંકડામાં નીતિશનો આ રેકૉર્ડ છે. ઝહીર, રોહિત, રહાણે અને પંતે ઑસ્ટ્રેલિયામાં ફાસ્ટ બોલર્સની બોલિંગમાં ત્રણ-ત્રણ સિક્સર ફટકારી છે.