સ્પોર્ટસ

પંકજ અડવાણી જીત્યો સિંગાપોર ઓપન ટાઇટલ

નવી દિલ્હી: ભારતનો ચૅમ્પિયન સ્નૂકર-બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણી રવિવારે સિંગાપોર ઓપન સ્નૂકર ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં સિંગાપોરના જેડન ઑન્ગને 5-1થી હરાવી દીધો હતો.
અડવાણીએ ફાઇનલમાં પહોંચતાં પહેલાં ક્વૉર્ટર ફાઇનલમાં થાઇલૅન્ડના ભૂતપૂર્વ વર્લ્ડ સ્નૂકર ચૅમ્પિયન દેચાવત પૂમજેન્ગને 4-3થી પરાજિત કર્યો હતો.

જેડન વર્ષ 2022ના વર્લ્ડ ઍમેટર સ્નૂકર ચૅમ્પિયન લિમ લૉક લિઓન્ગને હરાવીને ફાઇનલમાં પહોંચ્યો હતો. બન્ને ફાઇનલિસ્ટ જુસ્સેદાર હતા, પણ એમાં અડવાણીએ મુકાબલાને વન-સાઇડેડે બનાવી નાખ્યો હતો. અડવાણીની પાંચ ફ્રેમ સામે જેડન એક જ ફ્રેમ જીતી શક્યો હતો.

અડવાણીએ છેલ્લી ફ્રેમ 74-6થી જીતી લીધી હતી અને એ સાથે ટાઇટલ તેના કબજામાં આવી ગયું હતું.
હવે અડવાણી નવેમ્બરમાં દોહામાં યોજાનારી વર્લ્ડ બિલિયર્ડ્સ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતવા પ્રૅક્ટિસ શરૂ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button