પંડ્યા બંધુઓ મહારાષ્ટ્રના ગવર્નરને મળ્યા…

મુંબઈઃ વડોદરામાં રહેતા ઑલરાઉન્ડર બંધુઓ હાર્દિક પંડ્યા (Hardik pandya) અને તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા (Krunal Pandya) મુંબઈમાં રવિવારે રાજ ભવન (Raj Bhavan) ખાતે મહારાષ્ટ્રના ગવર્નર સી. પી. રાધાક્રિષ્નનને મળ્યા હતા અને તેમને ઑટોગ્રાફવાળું બૅટ (Bat) ભેટ આપ્યું હતું. પંડ્યા બંધુઓએ તેમને ઇન્ડિયા જર્સી (Jersey) પણ બક્ષિસમાં આપી હતી.
પંડ્યા બ્રધર્સ મહારાષ્ટ્રના ગવર્નરને સૌજન્ય બેઠકમાં મળ્યા હતા જેમાં ગવર્નરે તેમને પ્રશસ્તિપત્ર આપ્યું હતું. ખુદ ગવર્નરે સોશિયલ મીડિયામાં આ મીટિંગને લગતી પોસ્ટ શૅર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે ` રાજભવન ખાતે આપણા બે નામાંકિત ક્રિકેટર શ્રી હાર્દિક પંડ્યા અને શ્રી કૃણાલ પંડ્યાને મળીને ખૂબ આનંદ થયો. બન્નેને મારી શુભેચ્છા છે.’
હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સને ટ્રોફી અપાવીને તેમ જ સફળતાપૂર્વક એ ટીમનું સુકાન સંભાળ્યા બાદ 2024ની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો આવ્યો હતો. 2025ની આઇપીએલમાં તેના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ક્વૉલિફાયર-ટૂ સુધી પહોંચી હતી જેમાં પંજાબ કિંગ્સે એને પાંચ વિકેટે હરાવ્યું હતું.

કૃણાલ પંડ્યા રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ની ટીમમાં છે અને તાજેતરમાં આ ટીમને પ્રથમ ચૅમ્પિયનપદ અપાવવામાં તેનું બહુ મોટું યોગદાન હતું. પંજાબ સામેની ફાઇનલમાં તે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો. આરસીબીએ તેને આ આઇપીએલ માટે 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.