સ્પોર્ટસ

પાકિસ્તાની વિકેટકીપરે ભારતીય બેટ્સમેનનો કેચ વિચિત્ર રીતે પકડ્યો, જુઓ વિડીયો

દુબઈ: યુએઈમાં રમાઈ રહેલી અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાનની ટીમે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 260 રનનો ટાર્ગેટ આપ્યો હતો ભારતના ઓપનર આદર્શ સિંહે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા, પરંતુ તે ખૂબ જ વિચિત્ર રીતે આઉટ થયો હતો. પાકિસ્તાની સ્પિનર અરાફાત મિન્હાસે આદર્શ સિંહની વિકેટ લીધી હતી. આદર્શનો કેચ પાકિસ્તાનના વિકેટ કિપર સાદ બેગે પકડ્યો હતો. આ કેચ તેણે હાથ નહિ પણ પગથી પકડ્યો હતો.

https://twitter.com/i/status/1733813344002314454

પાકિસ્તાની વિકેટકીપરે પકડેલા આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આદર્શ જ્યારે 62 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે આદર્શે અરાફાતના નીચા બોલ પર શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટની કએજને અડીને વિકેટ કિપર પાસે ગયો હતો, બોલ વિકેટકીપરના ગ્લોવ્ઝની જગ્યાએ બે પેડ્સની વચ્ચે ફસાઈ ગયો હતો. વિકેટકીપરે બોલને પેડની વચ્ચે દબાવી રાખ્યો અને પછી વિકેટ કીપરે ગ્લોવ્સ કાઢીને, હાથમાં બોલ પકડીને કેચ પૂરો કર્યો. અમ્પાયરે આદર્શને આઉટ આપ્યો હતો.

ભારતે નવ વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 47 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 260 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અઝાન ઔવેસે 105 રનની અણનમ ઇનિંગ રમી હતી અને કેપ્ટન સાદ બેગે 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. શમાઈલ હુસૈન આઠ રન બનાવીને આઉટ થયો હતો અને શાઝેબ ખાન 63 રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી માત્ર મુરુગન અશ્વિનને બે વિકેટ મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button