સ્પોર્ટસ
પાકિસ્તાની ખેલાડીઓને મળ્યા વિઝા, સૈફ ચેમ્પિયનશિપમાં રમવા ચેન્નઇ આવવા રવાના…
લાહોરઃ ભારતીય હાઈ કમિશન તરફથી વિઝા મળ્યા બાદ 12 સભ્યોની પાકિસ્તાની ટીમ સોમવારે દક્ષિણ એશિયન એથ્લેટિક્સ ફેડરેશન (સૈફ) જૂનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ચેન્નઈ જવા રવાના થઈ હતી.
એક અધિકારીએ પુષ્ટી કરી હતી કે શનિવારે વિઝા મળ્યા બાદ એથ્લેટ્સ અને અધિકારીઓ ચેન્નઈ જવા રવાના થઈ ગયા છે.
અધિકારીએ કહ્યું હતું કે “પાકિસ્તાનની ટીમ વાઘા બોર્ડર થઈને રવાના થઈ ગઈ છે. જ્યાંથી તેઓ અમૃતસર જશે અને ત્યાંથી ચેન્નઈ જશે. જ્યાં દક્ષિણ એશિયન જૂનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે. સૈફ જૂનિયર ચેમ્પિયનશિપ ચેન્નઈમાં 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.