પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરે ઔકાત બતાવી, સૂર્યકુમાર માટે અપશબ્દો વાપર્યા

નવી દિલ્હીઃ રવિવારે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ના સુકાનમાં રમી રહેલી ભારતીય ટી-20 ટીમ સામે પાકિસ્તાનની ક્રિકેટ ટીમે એશિયા કપના લીગ મુકાબલામાં કારમો પરાજય જોવો પડ્યો તેમ જ ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવીને તેમનું ઘોર અપમાન કર્યું એ બધુ પાકિસ્તાની ટીમને અને તેમના ક્રિકેટ બોર્ડને તો નથી જ પચ્યું, તેમના ભૂતપૂર્વ ખેલાડીઓ પણ આ અપમાનને પગલે આક્રોશ ઠાલવી રહ્યા છે.
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ યુસુફે (Mohammed yusuf) એક ટીવી શો (TV SHOW)માં સૂર્યકુમાર માટે ગાળ ઉચ્ચારી હતી.
રવિવારે મૅચ પહેલાં ટૉસ વખતે ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર સાથે હાથ ન મિલાવવા મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટે પાકિસ્તાનના સુકાની સલમાન અલી આગાને સૂચના આપી હતી એવો આક્ષેપ કરીને પાકિસ્તાન ક્રિકેટ બોડે પાયક્રૉફ્ટને એશિયા કપના મૅચ રેફરીપદેથી દૂર કરી નાખવાની જે માગણી કરી એને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ફગાવી દીધી એનો ગુસ્સો પણ મોહમ્મદ યુસુફે સૂર્યકુમાર પરના નિવેદનો દ્વારા ઠાલવ્યો એમ કહી શકાય.
આપણ વાંચો: પાકિસ્તાનને રણમેદાનની ફિટકાર પછી ખેલકૂદના મેદાનની હાર પણ પચી નહી…
મોહમ્મદ યુસુફે ટીવી કાર્યક્રમમાં સૂર્યકુમાર માટે અભદ્ર ભાષા વાપરી હતી. ટૉસ સમયે સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કૅપ્ટન સલમાન આગા સાથે પરંપરા મુજબ હાથ તો નહોતા મિલાવ્યા, તેની સામે જોયું પણ નહોતું.
મૅચ પછી પણ સૂર્યા અને તમામ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવવાનું ટાળીને તેમને (પાકિસ્તાનીઓને) તેમની મર્યાદા બતાવી દીધી હતી. ભારત આ મુકાબલો જીતીને સુપર-ફોર રાઉન્ડમાં પહોંચી ગયું હતું, જ્યારે પાકિસ્તાનની નૌકા હાલકડોલક છે. એણે બુધવારના મુકાબલામાં યુએઇને હરાવવું જ પડશે.

ભારતે રવિવારે પાકિસ્તાનને 9/127ના સ્કોર સુધી સીમિત રાખ્યું હતું અને પછી એને સાત વિકેટે હરાવીને એની આબરૂ કાઢી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ધમકી આપી હતી કે જો મૅચ રેફરી પાયક્રૉફ્ટને નહીં હટાવવામાં આવે તો તેની ટીમ બુધવાર, 17મી સપ્ટેમ્બરે યુએઇ સામેની મૅચમાં નહીં રમે તેમ જ સમગ્ર એશિયા કપનો બહિષ્કાર પણ કરશે.
આપણ વાંચો: આવતા રવિવારે ફરી ભારત પાકિસ્તાન ટકરાશે, પણ જો…
શોએબનું પાકિસ્તાનીઓને ખુશ કરવા નિવેદન
હૅન્ડશેક વિવાદ' પર ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાના દેશના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના ભારતીયોના અભિગમ વિશે કહ્યું છે કે
આવું નહોતું થવું જોઈતું. લડાઈ-ઝઘડા તો ઘરમાં પણ થતા હોય છે. ભારતીયોનો આ અપ્રોચ ખેલભાવનાની વિરુદ્ધમાં કહેવાય.’
ખેલાડીઓને ગૌતમ ગંભીરની સૂચના હતી?
મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની ભારતીય ટીમને સૂચના હેડ-કોચ ગૌતમ ગંભીરે આપી હતી. એ ઉપરાંત, પાકિસ્તાની ખેલાડીઓ સાથે રમતી વખતે કોઈ પણ પ્રકારની દલીલ ન કરવાની સૂચના પણ ગંભીરે ભારતીય ટીમને આપી હોવાનું મનાય છે.