વર્લ્ડ કપ-2023 કવર કરવા આવેલી પાકિસ્તાની એન્કરને કાઢી મુકાઇ, જાણો શું છે કારણ | મુંબઈ સમાચાર
IPL 2024સ્પોર્ટસ

વર્લ્ડ કપ-2023 કવર કરવા આવેલી પાકિસ્તાની એન્કરને કાઢી મુકાઇ, જાણો શું છે કારણ

પાકિસ્તાનની પ્રખ્યાત એન્કર ઝૈનબ અબ્બાસને વર્ષો પહેલા કરેલી ભૂલ ભારે પડી છે. ભારતીય અને પાકિસ્તાની મીડિયાના કેટલાક અહેવાલો મુજબ વર્લ્ડ કપ 2023ને કવર કરવા આવેલી પાકિસ્તાની એન્કર ઝૈનબ અબ્બાસને તેના દેશ પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી હવે ઝૈનબ અબ્બાસને ભારત છોડવું પડ્યું છે. તેણે આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્ઝ મેચને કવર કરી હતી.

જો કે ઝૈનબ અબ્બાસે પોતે જ પોતાના પગ પર કુહાડો માર્યો છે. સોશિયલ મીડિયા પર ઝૈનબ અબ્બાસના ઘણા વીડિયો છે, જેમાં તે સાયબર ક્રાઈમ, ભારત અને હિન્દુ ધર્મ માટે અપશબ્દોનો ઉપયોગ કરતી જોવા મળે છે. એક ટ્વીટમાં તેણે રાજધાની દિલ્હી ઉપરાંત હિન્દુ દેવીદેવતાઓ અંગે વિવાદસ્પદ ટિપ્પ્ણી કરી હતી. આથી વિનીત જિંદાલ નામના એક ભારતીય વકીલે BCCI સાથે મળીને ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સોશિયલ મીડિયામાં પણ આ ઘટનાને લઇને ફેન્સ અલગ અલગ પ્રતિભાવો આપી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આઇસીસી ઇચ્છે તો પણ ઝૈનબ અબ્બાસની મદદ કરી શકશે નહીં, કારણ કે આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે. બંને દેશોના મુદ્દામાં ICC કંઈ કરી શકે તેમ નથી.

પાકિસ્તાની મીડિયા સમગ્ર મામલે બચાવની ભૂમિકામાં આવી ગયું છે. પાકિસ્તાની Samaa ટીવીએ એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં લખ્યુ છેકે, ઝૈનબ અબ્બાસ ભારતમાં ‘સુરક્ષાને લઈને અસ્વસ્થ’ હતી અને તેણે પર્સનલ કારણોસર ભારત છોડી દીધું છે. ઝૈનબ અબ્બાસ ભારતથી દુબઈ પહોંચી છે.

સંબંધિત લેખો

Back to top button