સ્પોર્ટસ

પાકિસ્તાનનું નવું નાટકઃ વર્લ્ડ કપની જર્સીનું લૉન્ચિંગ મોકૂફ રાખ્યું…

લાહોરઃ બાંગ્લાદેશ એક સ્પષ્ટ અભિગમ અપનાવીને આગામી ટી-20 વર્લ્ડ કપની બહાર થઈ ગયું એને ઘણા દિવસ થઈ ગયા, પણ પાકિસ્તાન (Pakistan)નું એક પછી એક નાટક (Drama) ચાલુ જ છે અને નવા ડ્રામામાં એણે પોતાના વિશ્વ કપના ખેલાડીઓની જર્સી (Jersey)ના લૉન્ચિંગનો જે સમારોહ રવિવારે (પહેલી ફેબ્રુઆરીએ) રાખવાનું નક્કી કર્યું હતું એ સમારોહ છેલ્લી ઘડીએ અચાનક મુલતવી રાખ્યો છે.

પાકિસ્તાનના આ નવા નાટકને પગલે ક્રિકેટ જગતમાં ચર્ચા થવા લાગી છે કે બાંગ્લાદેશના ટેકામાં શું પાકિસ્તાન વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે? જોકે કરોડો રૂપિયાના આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન વિશ્વ કપનો બહિષ્કાર કરશે એની સંભાવના ઓછી છે.

પાકિસ્તાનમાં ઑસ્ટ્રેલિયાની ` બી’ ગ્રેડની ટીમ ટી-20 સિરીઝ રમવા આવી છે અને એ ટીમ સામે રવિવારે લાહોરમાં રમાનારી ત્રીજી મૅચ પહેલાં પાકિસ્તાની ખેલાડીઓના જર્સીના લૉન્ચિંગનો સમારંભ રાખવાનું નક્કી થયું હતું. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કારણ આપ્યા વગર આ કાર્યક્રમ મોકૂફ રાખી દીધો હતો.

કહેવાય છે કે પાકિસ્તાની ટીમને વર્લ્ડ કપમાં રમવા શ્રીલંકા જવા માટે હજી સુધી વિદેશ મંત્રાલયની પરવાનગી ન મળી હોવાથી ક્રિકેટ બોર્ડે રવિવારની ઇવેન્ટ મુલતવી રાખી હતી. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની તમામ મૅચો શ્રીલંકામાં રમાવાની છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button