લાહોરમાં ક્રિકેટ, સરહદ પર તાલિબાન સાથે યુદ્ધ

લાહોરઃ પાકિસ્તાનના લાહોર શહેરમાં 2009માં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર આતંકવાદીઓએ જીવલેણ હુમલો કર્યો હતો ત્યાર પછી લાહોરમાં ખરા અર્થમાં રવિવારે પહેલી જ વખત ફરી ટેસ્ટ (test) મૅચ રમાઈ રહી છે, પરંતુ એ જ દિવસે પાકિસ્તાન પર જાણે પાછી પનોતી બેઠી, કારણકે રવિવારે તાલિબાન સાથેનું પાકિસ્તાની સૈનિકોનું યુદ્ધ ભીષણ બન્યું હતું અને એમાં બન્ને પક્ષે અનેકના જીવ ગયા હતા.
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાનની વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે રવિવારે સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થઈ જેમાં પાકિસ્તાને પાંચ વિકેટે 313 રન કર્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં પહેલી વાર બે આફ્રિદીઃ બીજો આફ્રિદી 38 વર્ષનો!
ભૂતપૂર્વ ક્રિકેટર ઇન્ઝમામ-ઉલ-હકનો ભત્રીજો ઇમામ-ઉલ-હક (imam ul haq) 93 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. કૅપ્ટન શાન મસૂદ 76 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો, જ્યારે વિકેટકીપર મોહમ્મદ રિઝવાન 62 રને રમી રહ્યો હતો. એશિયા કપના ફ્લૉપ ટી-20 કૅપ્ટન સલમાન આગા તેની સાથે બાવન રને રમી રહ્યો હતો.
પાકિસ્તાનની ચારમાંથી ત્રણ વિકેટ સાઉથ આફ્રિકાના સ્પિનર્સ સેનુરન મુથુસામી, સાઇમન હામર અને પ્રેનેલન સુબ્રાયેને લીધી હતી.