સ્પોર્ટસ
ટી-20 વર્લ્ડ કપ શરૂ, પાકિસ્તાન સામે નૅધરલૅન્ડસે બૅટિંગમાં સારી શરૂઆત બાદ બે વિકેટ ગુમાવી…

કોલંબો: 20 દેશ વચ્ચેના મેન્સ ટી-20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ચૂકી છે અને પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ પસંદ કરી છે.
નેધરલેન્ડ્સે (Netherlands) બૅટિંગમાં સારી શરૂઆત કરી હતી અને ત્રણ ઓવરમાં 28 રનમાં એકેય વિકેટ નહોતી ગુમાવી, પણ એ જ સ્કોર પર ઓપનર મેકસ ઑડૉઉડ (પાંચ રન)ને લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સલમાન મિર્ઝાએ વિકેટકીપર ઉસમાન ખાનના હાથમાં કૅચ આઉટ કરાવ્યો હતો. છ ઓવરમાં નેધરલૅન્ડસનો સ્કોર 2/50 હતો.
ત્યાર પછી 31મા રને ઓપનર માઇકલ લેવિટ (24 રન)એ વિકેટ ગુમાવી હતી. બાસ ડિ લીડ (પાંચ રન) અને કૉલિન ઍકરમૅન (નવ રન) રમી રહ્યા હતા.
સ્કોટ એડવર્ડ્સ નેધરલેન્ડ્સનો અને સલમાન અલી આગા પાકિસ્તાનનો કેપ્ટન છે.
પાકિસ્તાન (Pakistan)ની ટીમમાં ખાસ કરીને બાબર આઝમ, સઇમ અયુબ, સાહિબઝાદા ફરહાન, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી અને અબ્રાર અહમદ સામેલ છે.



