પાકિસ્તાન વર્લ્ડ કપમાં નૅધરલૅન્ડસ સામે મહામહેનતે જીત્યું…

ભારતીય મૂળના બોલરે બે મુખ્ય વિકેટ લીધી, બાબરના માત્ર 15 રન
કોલંબો: મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં આજે પ્રથમ મૅચમાં નેધરલેન્ડ્સ (Netherlands) સામે જીતતાં 2009ના ચેમ્પિયન પાકિસ્તાનના નાકે દમ આવી ગયો.
નેધરલેન્ડ્સે 147 રન કર્યા બાદ ખરાબ પ્રદર્શનમાં પાકિસ્તાને એક તબક્કે 119 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ખાસ કરીને ભારતીય મૂળના ઑફ સ્પિનર આર્યન દત્તે (Aryan DUTT) પાકિસ્તાનની ટીમને મુસીબતમાં મૂકી દીધી હતી. તેણે ઓપનર સાઇમ અયુબ (24 રન) અને સલમાન આગા (12 રન)ને આઉટ કર્યા હતા.

પાકિસ્તાને (Pakistan) જીતવા માત્ર 10 બૉલમાં 21 રન કરવાના હતા ત્યારે ફહીમ અશરફે (29 અણનમ) એક ઓવરના પાંચ બૉલમાં ત્રણ સિક્સર અને પછીની ઓવરમાં બે ફોર ફટકારીને પાકિસ્તાનને વિજય અપાવ્યો હતો. ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ ફક્ત 15 રન કરીને આઉટ થયો હતો.

પાકિસ્તાને ત્રણ બૉલ અને ત્રણ વિકેટ બાકી રાખીને 7/148ના સ્કોર સાથે જીત મેળવી હતી. નેધરલેન્ડ્સના પેસ બોલર પૉલ વૅન મીકેરને પણ બે વિકેટ મેળવી હતી.
આજે બીજી કઈ બે મૅચ?
આજે (બપોરે 3.00 વાગ્યાથી) કોલકાતામાં વેસ્ટ ઇન્ડિઝ સામે સ્કોટલેન્ડની અને વાનખેડેમાં (સાંજે 7.00 વાગ્યાથી) ભારતની યુએસએ સામે મૅચ રમાશે.
આ પણ વાંચો…સિરાજનું 19 મહિને ભારતની ટી-20 ટીમમાં કમબૅક: હર્ષિતના સ્થાને સ્કવૉડમાં સામેલ…



