ચેન્નાઇઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માં તેની પાંચમી મેચ આજે એટલે કે સોમવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામે રમી રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બાબર આઝમની કપ્તાનીવાળી ટીમ ચાર મેચમાં બે જીત અને બે હાર સાથે પાંચમા સ્થાને છે, જ્યારે વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જનારી અફઘાન ટીમ 10માં સ્થાને છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ODI ઈતિહાસમાં હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બાબર આઝમની સેનાએ હંમેશા અફઘાન લડવૈયાઓને હરાવ્યા છે. ODI ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી બંને ટીમો સાત વખત સામસામે આવી ચુકી છે અને તમામ સાતેય વખત પાકિસ્તાને જીત મેળવી છે. ODI વર્લ્ડ કપમાં બંને ટીમો માત્ર એક જ વાર સામસામે આવી છે અને તેમાં પાકિસ્તાનનો વિજય થયો છે.
પાકિસ્તાન પ્લેઈંગ-11: અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, શૌદ શકીન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, હસન અલી, હરિસ રૌફ, ઉસામા મીર.
અફઘાનિસ્તાન પ્લેઈંગ-11: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ઈકરામ અલી ખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, નૂર અહેમદ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને