ઈજ્જતનો ફાલુદો કરાવી દીધોને: ભારત સામેનો બહિષ્કાર પાછો ખેંચાતાં જ નેટિઝન્સે પાકિસ્તાનને ટ્રૉલ કર્યું…

નવી દિલ્હીઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પ્રતિબંધો તેમ જ આર્થિક નુકસાનની ચેતવણી આપી, બ્રૉડકાસ્ટરો તથા ઍડવર્ટાઇઝરોએ વળતરનો દાવો માંડવાની ધમકી આપી તેમ જ શ્રીલંકા અને બાંગ્લાદેશે વિનંતીઓ કરી એને પગલે પાકિસ્તાન સરકારે છેવટે ઝૂકીને (યુ-ટર્ન લઈ લઈને) ભારત સામેની રવિવાર, 15મી ફેબ્રુઆરીની વર્લ્ડ કપની મૅચ રમવાની તૈયારી બતાવી ત્યાર બાદ પાકિસ્તાનના આ દસ દિવસના નાટકને અંતે સોશ્યલ મીડિયામાં પાકિસ્તાન સરકાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ખૂબ હાંસી ઉડાવવામાં આવી રહી છે.
પાકિસ્તાનના આ ડ્રામાને લઈને મીડિયામાં મીમ બનાવવામાં આવ્યા છે, પાકિસ્તાન સરકાર તેમ જ પાકિસ્તાનના ક્રિકેટ સત્તાધીશોની મજાક ઉડાવવામાં આવી રહી છે તેમ જ આ સૌને ભારે ટ્રૉલ કરવામાં આવ્યા છે.
એક્સ પર ગગન (GAGAN) નામના ક્રિકેટપ્રેમીએ કરવાલી બેઝ્ઝતી’ એવી ટિપ્પણી કરી છે. પાકિસ્તાને પોતાની જ ઇજ્જતનો ફાલુદો કરી નાખ્યો એવા અર્થમાં તેણે આ કમેન્ટ લખી હતી. જેઠિયા નામના ક્રિકેટલવરે કમેન્ટ કરી હતી કે ઇન કા હર બાર કા યહી સીન હૈ’. ગગને ` પાક હંમેશાં સર્કસ બતાવતું હોય છે,’ એવું પણ લખ્યું હતું.
આ પણ વાંચો…આઇસીસીએ ડ્રામેબાજ પાકિસ્તાનને પણ અમુક લહાણી કરવી પડી, જાહેરાત વર્લ્ડ કપ પછી…
ગગન નામના આ ક્રિકેટચાહકની કમેન્ટ્સના પ્રત્યાઘાતમાં અન્ય એક ક્રિકેટપ્રેમીએ પાકિસ્તાન વિશે લખ્યું, ` યે કભી નહીં સુધરેંગે.’ ખુદ પાકિસ્તાનમાં જ કેટલીક મહિલા ક્રિકેટચાહકોએ બાબર આઝમની હાંસી ઉડાવી હતી અને વિરાટ કોહલીની તરફેણ કરી હતી.



