પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં પહેલી વાર બે આફ્રિદીઃ બીજો આફ્રિદી 38 વર્ષનો! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં પહેલી વાર બે આફ્રિદીઃ બીજો આફ્રિદી 38 વર્ષનો!

લાહોરઃ એશિયા કપના ટી-20 મુકાબલાઓમાં ભારતના હાથે ઉપરાઉપરી ત્રણ થપાટ ખાધા પછી પાકિસ્તાન હવે 12મી ઑક્ટોબરથી ઘરઆંગણે વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા (South Africa) સામે બે મૅચની ટેસ્ટ શ્રેણી (Test series) રમશે જે માટે નક્કી કરવામાં આવેલી પાકિસ્તાનની ટીમમાં ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર શાહીન શાહ આફ્રિદી ઉપરાંત બીજા આફ્રિદીનો પણ સમાવેશ કરાયો છે. આ નવો આફ્રિદી (આસિફ આફ્રિદી) 38 વર્ષનો છે અને આટલી મોટી ઉંમરે તે પહેલી જ આંતરરાષ્ટ્રીય મૅચ રમશે.

આસિફ આફ્રિદી (Asif Afridi) લેફ્ટ-આર્મ સ્પિન ઑલરાઉન્ડર છે. તેણે 57 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 198 વિકેટ લીધી છે. પાકિસ્તાનની ટીમમાં પીઢ બૅટ્સમૅન બાબર આઝમ અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાનનો સમાવેશ કરાયો છે. એ સાથે તેઓ ફરી પાકિસ્તાન વતી રમતા જોવા મળશે.

આ પણ વાંચો : એશિયા કપ વિજેતા ટીમ ઈન્ડિયા આવશે અમદાવાદમાં, 2 ઓક્ટો.થી વેસ્ટ ઈન્ડીઝ સામે મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ…

ઉલ્લેખનીય છે કે ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો જમાઈ છે. શાહીન આફ્રિદીએ શાહિદની પુત્રી અનશા સાથે લગ્ન કર્યા છે. શાહીન આફ્રિદી છેલ્લે પાકિસ્તાનની ટેસ્ટ શ્રેણીમાં (વેસ્ટ ઇન્ડિઝ સામે) નહોતો રમી શક્યો, પણ હવે તેણે ટેસ્ટ ટીમમાં કમબૅક કર્યું છે. જોકે બીજો મુખ્ય ફાસ્ટ બોલર નસીમ શાહ ટીમમાં નથી.

શાન મસૂદના સુકાનમાં રમનારી પાકિસ્તાનની ટીમમાં કુલ પાંચ સ્પિનર છે. ટીમના મુખ્ય ખેલાડીઓમાં ઇમામ-ઉલ-હક, હસન અલી, ખુર્રમ શાહઝાદ, સલમાન અલી આગા, સાઉદ શકીલ, અબદુલ્લા શફીક અને આમિર જમાલનો સમાવેશ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button