પાકિસ્તાનના સ્ટાર-ઓપનરનો શર્મનાક વર્લ્ડ રેકૉર્ડ

દુબઈઃ સલમાન આગાના સુકાનમાં પાકિસ્તાન (Pakistan)ની ટીમ એશિયા કપમાં ઉપરાઉપરી બે લપડાક ખાઈને શરમજનક હાલતમાં ફાઇનલમાં તો પહોંચી છે, પરંતુ એના જ ઓપનરે (OPENER) એક શર્મનાક રેકૉર્ડ ગુરુવારે પોતાના નામે કર્યો હતો. આઇસીસીના ફુલ મેમ્બર તરીકે ઓળખાતા દેશોના ખેલાડીઓમાં તે એક કૅલેન્ડર યર (calendar year)માં સૌથી વધુ વખત શૂન્યમાં આઉટ થનારો બૅટ્સમૅન બન્યો હતો.
એશિયા કપના સુપર-ફોર મુકાબલામાં ગુરુવારે પાકિસ્તાને (8/135) બાંગ્લાદેશ (9/124)ને અગિયાર રનથી હરાવ્યું હતું. જોકે ઓપનિંગ બૅટ્સમૅન અને ઑફ-સ્પિનર સઇમ અયુબ (Saim Ayub)નું એ વિજયમાં બોલિંગમાં (16 રનમાં બે વિકેટ)નું યોગદાન હતું એમ છતાં બૅટિંગમાં તેનો કોઈ જ ફાળો નહોતો. તે પોતાના ત્રીજા બૉલ પર ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.
saim ayub in the asia cup
— Shah Jahan 56 (@ShahJahanba56) September 24, 2025
0 (1)
0 (1)
0 (2)
21 (17)
2 (3)
a very, very disappointing run so far pic.twitter.com/xo4B8UK2jz
આ પણ વાંચો: એશિયા કપના ફાઈનલમાં પહેલીવાર ભારત vs પાકિસ્તાન; જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ
પાકિસ્તાનની ટીમને અયુબ બોલિંગમાં કામ લાગી રહ્યો છે, જ્યારે બૅટિંગમાં તેની નિષ્ફળતા ટીમ માટે મોટી ચિંતા છે. ખાસ કરીને રવિવારે ભારત સામે ત્રીજો મુકાબલો થવાનો હોવાથી ટીમની ચિંતા વધી ગઈ છે. 14મી સપ્ટેમ્બરે ભારત સામેના પ્રથમ મુકાબલામાં પણ અયુબ ઝીરોમાં પૅવિલિયન ભેગો થઈ ગયો હતો.
ગુરુવારે બાંગ્લાદેશ સામે ઓપનર સાહિબઝાદા ફરહાન ચાર રન બનાવીને આઉટ થતાં અયુબ પર જવાબદારી વધી ગઈ હતી, પરંતુ પછીની ઓવરમાં અયુબ પણ વિકેટ ગુમાવી બેઠો હતો. 2025ના વર્ષમાં અયુબનો આ છઠ્ઠો ઝીરો (ડક) હતો. એ રીતે તેણે ઝિમ્બાબ્વેના રિચર્ડ નગારવાની બરાબરી કરી હતી. જોકે આઇસીસીના ફુલ નૅશનના ખેલાડીઓમાં તેણે ટી-20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ વખત ઝીરોમાં આઉટ થવાનો વિશ્વવિક્રમ પોતાના નામે લખાવી દીધો છે.
આ પણ વાંચો: ભારતની ત્રીજી લપડાક ખાવા પાકિસ્તાન આવી ગયું ફાઇનલમાં
એટલું જ નહીં, અયુબ ટી-20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં એક જ ટૂર્નામેન્ટમાં ચાર વખત શૂન્યમાં વિકેટ ગુમાવનાર આઇસીસીના ફુલ નૅશન રાષ્ટ્રોમાં પ્રથમ ખેલાડી પણ બન્યો છે.
ટી-20માં એક કૅલેન્ડર યરમાં સૌથી વધુ ઝીરો
(1) છ વખત, સૅમ અયુબ (પાકિસ્તાન), 2025
(2) છ વખત, રિચર્ડ નગારવા (ઝિમ્બાબ્વે), 2024
(3) પાંચ વખત, બ્લેસિંગ મુઝારબાની (ઝિમ્બાબ્વે), 2024
(4) પાંચ વખત, સંજુ સૅમસન (ભારત), 2024
(5) પાંચ વખત, હસન નવાઝ (પાકિસ્તાન), 2025