નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલમાં કાંગારૂ ટીમે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. ટ્રેવિસ હેડે ઝડપી સદી ફટકારી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 240 રન જ બનાવી શક્યા હતા. વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ હેડની સદીના આધારે 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ હાર બાદ ભારતમાં શોકનું વાતાવરણ છે, પરંતુ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ખુશી મનાવવામાં આવી રહી છે. પાકિસ્તાનના ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ફિલ્મી મીમ્સ શેર કરીને ભારતીય ટીમની હાર પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમને વર્લ્ડ કપ 2023 જીતવા બદલ અભિનંદન આપી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023 જીતી લેતા પાકિસ્તાનીઓ ઘણા ખુશ છે અને ઓસ્ટ્રેલિયન ટીમને અભિનંદન આપી રહ્યા છે.
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને વિરોધી ટીમ ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ નબળી ફિલ્ડિંગ અને બેટિંગના કારણે ભારત આ મેચ હારી ગયું હતું. ભારતની હાર બાદ ક્રિકેટ ચાહકોનું દિલ તૂટી ગયું છે. આ હાર પર દેશની ઘણી હસ્તીઓ પ્રતિક્રિયા આપી રહી છે. વર્લ્ડ કપ 2023માં ભારતની હાર બાદ ફિલ્મ સ્ટાર્સે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ હાર માટે દુ:ખ વ્યક્ત કર્યું છે.