ભારત સહિત તમામ ટીમની યજમાની કરવા પાકિસ્તાન તૈયાર, જાણો પીસીબીએ શું કહ્યું?

લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ મોહસિન નકવીએ આજે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે અને કટ્ટર હરીફ ભારત સહિતની તમામ ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ચેમ્પિયન ટ્રોફીમાં ભારતના પાકિસ્તાનમાં રમવા જાય એના અંગેનો નિર્ણય ભારત સરકાર લેવાના અહેવાલો વચ્ચે હજુ પણ પાકિસ્તાન ભારત સહિત તમામ ટીમની યજમાની કરવા માટે સકારાત્મક હોવાનું જણાવ્યું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે જ્યારે ફાઇનલ 9 માર્ચે રમાશે. લાહોર, કરાચી અને રાવલપિંડીને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે ભારતે જૂલાઈ 2008થી પોતાની ટીમ પાકિસ્તાન મોકલી નથી.
આ પણ વાહો : આઇસીસીએ વર્લ્ડ કપમાં મહિલા ક્રિકેટરોની કઈ મોટી ચિંતા દૂર કરી આપી?
નકવીએ કહ્યું હતું કે ભારતીય ટીમે આવવું જોઈએ. મને નથી લાગતું કે તેઓ તેમનો પ્રવાસ રદ કરશે અથવા મુલતવી રાખશે. અમને વિશ્વાસ છે કે અમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તમામ ટીમોનું પાકિસ્તાનમાં સ્વાગત કરીશું. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન ભારત સહિત તમામ ટીમોની યજમાની કરવા માટે તૈયાર છે અને નકવીએ કહ્યું કે સ્ટેડિયમ પણ સમયસર મેચોની યજમાની કરવા માટે તૈયાર હશે.