પાકિસ્તાનના વર્લ્ડ કપ-2023ના ફેન્સ અને પત્રકારોને વિઝા આપવામાં થઇ રહેલા વિલંબ અંગે ICCએ જણાવ્યું હતું કે BCCI વર્લ્ડ કપ-2023ના કવરેજ માટે ભારત આવવા માગતા પાકિસ્તાની પત્રકારોને વિઝા અપાવવાના પ્રયાસો કરી રહ્યું છે. લગભગ 60 પાકિસ્તાની પત્રકારો વર્લ્ડ કપ કવર કરવા ભારત આવવાની રાહ જોઈ રહ્યા છે. નેધરલેન્ડ સામે વર્લ્ડકપની યોજાયેલી પ્રથમ મેચમાં પાકિસ્તાનની ટીમને સમર્થન તો મળ્યું હતું, પરંતુ પાકિસ્તાનનો કોઈ પત્રકાર કે ચાહક સ્ટેડિયમમાં હાજર નહોતો. કરાચીમાં જન્મેલા મોહમ્મદ બશીર નામના વ્યક્તિ અમેરિકન નાગરિક છે અને પાકિસ્તાનને પ્રોત્સાહન આપવા અહીં આવ્યા છે.
ICC વર્લ્ડ કપનું આયોજક છે અને BCCI યજમાન છે.સમગ્ર મામલે પોતાનું નિવેદન આપતા ICC પ્રવક્તાએ કહ્યું હતું કે, વિઝા આપવાની જવાબદારી યજમાન BCCIની છે અને તે અમારા સંપૂર્ણ સહયોગથી તેના પર કામ કરી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ ICC જણાવી રહ્યું છે.
તો બીજી તરફ PCBના પ્રવક્તાએ કહ્યું, ‘અમે ICCને વારંવાર યાદ અપાવી રહ્યા છીએ કે પ્રશંસકો અને પત્રકારોને વિઝા આપવાની જવાબદારી તેની છે. અમે ભવિષ્યમાં પણ આ મુદ્દો ઉઠાવતા રહીશું. ICC વર્લ્ડ કપમાં પાકિસ્તાનની પ્રથમ મેચ કવર કરવા માટે ભારતીય વિઝા અંગેની અનિશ્ચિતતા જોઈને અમે નિરાશ છીએ.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની પાસપોર્ટ ધારકની વિઝા અરજી ભારતના ગૃહ, વિદેશ અને રમત મંત્રાલયમાંથી પસાર થાય છે. જો આ ત્રણેય મંત્રાલય મંજૂરી આપશે તો જ પાકિસ્તાનના પ્રશંસકો અને પત્રકારોને ભારત આવવા મળશે.
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ