સ્પોર્ટસ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ડૉક્ટર વિના જ ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચી, અંડર-19 ટીમ પાસે મેનેજર નથી

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. 14મી ડિસેમ્બરથી પાકિસ્તાનની ટીમ પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે પહેલો ટેસ્ટ મેચ રમશે. ત્યારે મળતી માહિતી મજબ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ડોક્ટર વગર જ ઓસ્ટ્રેલીયા પહોંચી છે. ડોક્ટરને વિઝા ન મળવાને કારણે ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાનની સિનિયર ટીમના ડૉક્ટરને ઓસ્ટ્રેલિયાના વિઝા મળ્યા નથી. જેના કારણે ટીમ ડોક્ટર વગર ઓસ્ટ્રેલિયા પહોંચી છે. આ સાથે જ અંડર-19 ટીમના મેનેજરને વિઝા ન મળવાના કારણે યુએઈમાં રમાઈ રહેલા અંડર-19 એશિયા કપમાં ટીમ મેનેજર વગર રહી ગઈ છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારી સીરીઝ માટે પાકિસ્તાનના સત્તાવાર ટીમ ડોક્ટર તરીકે સોહેલ સલીમને સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યા હતા. સૂતરોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હજુ પણ ડૉ. સલીમ માટે વિઝા મેળવવા પ્રયાસ કરી રહ્યું છે અને વિઝા આવતાની સાથે જ તે પર્થમાં પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે જોડાઈ જશે.

આ જ રીતે ભૂતપૂર્વ ટેસ્ટ બેટ્સમેન શોએબ મુહમ્મદ, જેને યુએઈમાં એશિયા કપમાં ભાગ લઈ રહેલી પાકિસ્તાનની જુનિયર ટીમનો મેનેજર બનાવવામાં આવ્યો હતો, તેઓ ટીમ સાથે પણ જઈ શક્યા નથી. શોએબને પાસપોર્ટ સંબંધિત કેટલીક સમસ્યાઓ હતી જેને બોર્ડ ઉકેલી રહ્યું છે અને એવી અપેક્ષા છે કે તે ચાર્જ લેવા માટે ટૂંક સમયમાં UAE પહોંચશે.

ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનની ટીમમાં અબરાર અહેમદની જગ્યાએ જઈ રહેલા ઓફ સ્પિનર સાજિદ ખાનને પણ વિઝા મળ્યા નથી. આ કારણે તે પણ અત્યાર સુધી ટીમમાં સામેલ થઈ શક્યો નથી.

પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button