Champions Trophy: પાકિસ્તાનની તૈયારીઓની નિષ્ણાતોએ પોલ ખોલી નાખી

લાહોરઃ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (icc champions trophy 2025) શરૂ થવાના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના ક્રિકેટ મેદાનોને લઈ ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક વાયરલ વીડિયોમાં (viral video) મેદાનમાં ભંગાર માલમાંથી બનાવવામાં આવેલી ખુરશીઓ લગાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Also read : કાવ્યાની કંપનીએ આઇપીએલની ટીમ 85 કરોડ રૂપિયામાં ખરીદેલી, હવે ઇંગ્લૅન્ડની ટીમ 1,094 કરોડ રૂપિયામાં ખરીદી
એક વ્યક્તિએ કહ્યું, ફાયબર ચેર સારી હોય છે. તેને 20 થી 30 વર્ષ સુધી સાચવી શકાય છે. ઈન્ટરવ્યૂ દરમિયાન આ વ્યક્તિએ એક્સપર્ટનો પણ ઉલ્લેખ કર્યો, જેણે કહ્યું કે ફાયબરથી બનેલી ખુરશીને રિપેર પણ કરી શકાય છે. પરંતુ જે ખુરશી હાલ મૂકવામાં આવી છે તે એક જ વર્ષમાં ચર્ચાનો વિષય બનશે. આ ખુરશીઓની ક્વોલિટી એક વર્ષમાં જ ખબર પડી જશે.
આ ઉપરાંત તેણે કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈ નિર્માણ કાર્ય કરતાં લોકોની દાનત પર પણ શંકા છે. એક્સપર્ટે ખુલાસો કર્યો કે, મેદાનમાં આગળની ખુરશીઓ પ્લાસ્ટિકની બનેલી છે, જેને જોરથી હલાવવામાં આવે તો ભાંગીને ભૂક્કો થઈ જશે.
એક્સપર્ટે જણાવ્યું કે, ફાઇબર ચેર ખરાબ થઈ જાય, રંગ ગુમાવવા લાગે તો હીટ આપીને તેનો કલર પરત લાવી શકાય છે અને શેપ પણ બદલી શકાય છે. વીડિયોમાં કરવામાં આવેલો દાવો સાચો હોય તો પાકિસ્તાન ક્રિકેટ માટે આ શરમજનક વાત હશે.
Also read : અમેરિકાના ક્રિકેટરોએ આણંદમાં પાણીપુરીની મોજ માણી
ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. પ્રથમ મુકાબલો પાકિસ્તાન અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાશે