Pakistan cricket team: 25 ડોલર આપો અને ક્રિકેટરને મળો! પાકિસ્તાની ટીમના પ્રાઈવેટ ડીનર અંગે વિવાદ
યુએસ અને વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર T20 વર્લ્ડ કપ(T20 World cup)ની શરૂઆત થઇ ગઈ છે, 9મી જુનના રોજ ભારત સામેના મેચ પહેલા પાકિસ્તાનની ટીમ(Pakistan Cricket team) યુએસએ સામે 6 જૂનના રોજ મેચ રમશે, એ પહેલા પાકિસ્તાની ટીમ વિવાદોમાં ફસાઈ છે, પાકિસ્તાની ટીમે એક પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યું હતું. ટીમે ફેન્સને મળવાનું આમંત્રણ પણ આપ્યું હતું, પરંતુ ફેન્સની એન્ટ્રી ફ્રી નહોતી. પાકિસ્તાની ખેલાડીઓને મળવા માટે ચાહકો પાસેથી 25 ડોલર લેવામાં આવ્યા હતા. આ વાતનો ખુલાસો પૂર્વ પાકિસ્તાની ખેલાડી રાશિદ લતીફે કર્યો છે.
પાકિસ્તાનના પૂર્વ ખેલાડી રાશિદ લતીફે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રાશિદ લતીફે કહ્યું કે ઓફિશિયલ ડિનર વિશે સાંભળ્યું છે, પરંતુ આ પ્રાઈવેટ ડિનર હતું. તમે $25 આપી ખેલાડીઓને મળી શકો છો. આવી ભૂલ ના કરવી જોઈએ, અલ્લાહ તમને આશીર્વાદ આપે.
રાશિદ લતીફે કહ્યું કે ચેરિટી ડિનરનું આયોજન કરવાનો વિચાર સમજી શકાય છે. પરંતુ પૈસા લઈને પ્રાઈવેટ ડિનર કરવું સમજની બહાર હતું. ઘણા લોકો પાકિસ્તાની ખેલાડીઓને બોલાવે છે, ત્યારે ખેલાડીઓ પૂછે છે કે તમે કેટલા પૈસા આપશો? આ વાક્ય સામાન્ય બની ગયું છે. પહેલાનો સમય જુદો હતો, જયારે 2-3 ડિનર થતા, પણ એ ઓફીશીયલ રહેતા. આ કોઈ ચેરિટી ડિનર નહોતું. તેમાં પાકિસ્તાનનું નામ, પાકિસ્તાન ક્રિકેટનું નામ સામેલ છે. આવી ભૂલ ન થવી જોઈએ.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાનના T20 વર્લ્ડ કપ મેચમાં આતંકવાદી હુમલાની ધમકી! ન્યૂયોર્કના ગર્વનરે આપી આ ખાતરી
ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024 માટે ગ્રુપ-એમાં છે. આ ગ્રુપમાં પાકિસ્તાન ઉપરાંત ભારત, આયરલેન્ડ, કેનેડા અને અમેરિકાની ટીમો છે. પાકિસ્તાની ટીમ તેની પ્રથમ મેચ 6 જૂને અમેરિકા સામે રમશે. આ પછી 9 જૂને પાકિસ્તાની ટીમ ભારત સામે મેચ રમશે. 11 જૂને કેનેડા અને 16 જૂને આયર્લેન્ડ સામે મેચ રમશે.