સ્પોર્ટસ

પાકિસ્તાનમાં જન્મેલો ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર હૈદરાબાદમાં હિન્દી કોમેન્ટરી આપે છે…

હૈદરાબાદ: 2000ની સાલમાં ભારતે મોહમ્મદ કૈફની કેપ્ટન્સીમાં અંડર-19 વર્લ્ડ કપ જીતી લીધો એના બે વર્ષ અગાઉ ઇંગ્લેન્ડને એ સિદ્ધિ અપાવનાર કેપ્ટન હાલમાં હૈદરાબાદમાં ચાલી રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં હિન્દીમાં કોમેન્ટરી આપી રહ્યો છે.

આપણે ઓવેસ શાહની વાત કરી રહ્યા છીએ. તેનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તે દસ વર્ષનો થયો એ પહેલાં જ તેના પેરેન્ટ્સ તેને લઈને ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા હતા. ઇંગ્લેન્ડ વતી ઇન્ટરનેશનલ મેચો રમતાં પહેલાં ઓવેસ ઇંગ્લેન્ડની અંડર-19 ટીમનો કેપ્ટન હતો અને 1998માં તેના સુકાનમાં ઇંગ્લેન્ડ અંડર-19 વર્લ્ડ કપ જીત્યું હતું.
45 વર્ષનો ઓવેસ શાહ હૈદરાબાદમાં અનિલ કુંબલે, પાર્થિવ પટેલ, ઝહીર ખાન તથા અન્યો સાથે હિન્દી કોમેન્ટરી બોક્સ શૅર કરી રહ્યો છે.


ઓવેસ અગાઉ ઘણીવાર ભારત આવી ચૂક્યો છે અને આઇપીએલમાં પણ રમ્યો છે.
પહેલીવાર તે 2006માં ભારત આવ્યો હતો અને રાહુલ દ્રવિડની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમ સામે વાનખેડેમાં તેણે ટેસ્ટ-ડેબ્યૂ કર્યું હતું. એ ટેસ્ટમાં ઓવેસે 88 અને 38 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડે એ ટેસ્ટ 212 રનથી જીતી લીધી હતી. ઓવેસ iplમાં દિલ્હી ડેરડેવિલ્સ, કલકત્તા નાઈટ રાઈડર્સ, કોચી ટસ્કર્સ કેરલા અને રાજસ્થાન રોયલ્સની ટીમમાં હતો. ઇંગ્લેન્ડ વતી તે છ ટેસ્ટ, 71 વન-ડે અને 17 ટી-20 રમ્યો હતો. આઈપીએલમાં તે કોમેન્ટરી આપી ચૂક્યો છે અને આગામી માર્ચમાં રમાનારી આ સ્પર્ધામાં પણ કદાચ કોમેન્ટરી બોક્સમાં બેસશે. તે ઇંગ્લેન્ડમાં કોચિંગ પણ આપે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત