પાકિસ્તાને અફઘાનિસ્તાનના ક્રિકેટરોની હત્યા કરી એના પર આઇસીસી ચૅરમૅન જય શાહે પ્રતિક્રિયામાં કહ્યું કે…

દુબઈઃ પાકિસ્તાની સૈનિકોના હવાઈ હુમલામાં અફઘાનિસ્તાન (Afghanistan)ના ત્રણ સ્થાનિક ક્રિકેટરો મૃત્યુ પામ્યા એ ઘટનાથી સમગ્ર ક્રિકેટ જગતમાં હાહાકાર મચી ગયો છે, કાયરતા બદલ પાકિસ્તાન (Pakistan)ને વિશ્વભરમાં વખોડવામાં આવી રહ્યું છે અને આ બનાવથી આઘાતમય ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચૅરમૅન જય શાહે પણ પ્રતિક્રિયા આપી છે.
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના સૈનિકોને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યા છે અને તેમના હિચકારા કૃત્યમાં અફઘાનિસ્તાનના ત્રણ આશાસ્પદ ક્રિકેટરના મૃત્યુ નીપજ્યા છે. એમાં કબીર આગા, સિબગાતુલ્લા અને હારુનનો સમાવેશ હતો.

આ પણ વાંચો : જય શાહ ફૂટબૉલ-ફાઇનલના પ્રસંગે યુઇફાના પ્રમુખને મળ્યા
જય શાહે એક્સ પર લખ્યું છે, ` અફઘાનિસ્તાને ત્રણ આશાસ્પદ ક્રિકેટરો ગુમાવ્યા એનો મને ઊંડો આઘાત લાગ્યો છે. હિંસાએ ત્રણેય ખેલાડીના જીવન ટૂંકાવી નાખ્યા. ત્રણ-ત્રણ ટૅલન્ટેડ ખેલાડીઓ ગુમાવવામાં આવ્યા એ એકલા અફઘાનિસ્તાનની નહીં, પણ સમગ્ર ક્રિકેટ જગત માટે મોટી ટ્રૅજેડી છે. અમે દુઃખના આ સમયે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) તેમ જ અન્ય શોકમગ્ન તમામ લોકોની પડખે છીએ.’
ત્રણ ટૅલન્ટેડ અફઘાનિસ્તાની ક્રિકેટર વિશે આ જાણી લો…
(1) કબીર આગાઃ ટૉપ-ઑર્ડરનો આ બૅટ્સમૅન આક્રમક બૅટિંગ માટે જાણીતો હતો. તે અફઘાનિસ્તાનની અન્ડર-23 ટીમમાં સિલેક્ટ થવાની તૈયારીમાં જ હતો. તે ઘણી યુવા મૅચોમાં સારું રમી ચૂક્યો હતો અને પોતાની ટીમને જિતાડી ચૂક્યો હતો.
(2) સિબગાતુલ્લાઃ પક્તિકાનો આ પેસ બોલર પ્રાદેશિક સ્પર્ધામાં ઉર્ગૂન વૉરિયર્સ ટીમ વતી રમી ચૂક્યો હતો. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા માન્યતાપ્રાપ્ત સ્પર્ધાઓમાં તેનું નામ ચમકતું હતું. કૅપ્ટન બનવા માટે તેનામાં બહુ સારા ગુણો હતા.
(3) હારુનઃ આ ટૅલન્ટેડ ઑલરાઉન્ડરે અફઘનિસ્તાનની ડોમેસ્ટિક સ્પર્ધાઓમાં ખૂબ નામ કર્યું હતું. તે ઑફ સ્પિનર અને રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન હતો. અફઘાનિસ્તાનની ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના જેવી વિવિધ પ્રકારની ટૅલન્ટ ધરાવતો ભાગ્યે જ બીજો કોઈ ખેલાડી છે. તે આખો દિવસ ક્રિકેટ રમીને જ વીતાવતો હતો.
આ પણ વાંચો : સૌરવ ગાંગુલી બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહના અભિગમ પર આફરીન…