સ્પોર્ટસ

ગિલને આંખ બતાવનાર પાકિસ્તાની બોલરની જુઓ કેવી હાલત થઈ!

ત્રણ ઓવરમાં પાંચ છગ્ગા ફટકારાયાઃ જોકે પાકિસ્તાને મૅચ જીતી લીધી

ઑકલૅન્ડઃ પાંચ મૅચની ટી-20 સિરીઝમાં ન્યૂ ઝીલૅન્ડે પહેલી બે મૅચ જીતી લેતાં એને આજે સતત ત્રીજો મુકાબલો જીતીને ટ્રોફી પર કબજો કરી લેવાનો સારો મોકો હતો, પરંતુ એવું ન થયું અને પાકિસ્તાને 24 બૉલ બાકી રાખીને નવ વિકેટે વિજય મેળવીને સિરીઝમાં જીતવાનું શરૂ કર્યું હતું. જોકે પાકિસ્તાનના સ્પિનર અબ્રાર અહમદની જે બૂરી હાલત થઈ એને લીધે કમસે કમ તે આ મૅચ ભૂલવાની જરૂર કોશિશ કરશે.

આ પણ વાંચો : પંજાબની ટીમે પોન્ટિંગ પાસે પૂજા કરાવી એટલે પાકિસ્તાનના પેટમાં દુખ્યું…

કારણ એ છે કે તેની બોલિંગની કિવી બૅટર્સે જબરદસ્ત ધુલાઈ કરી હતી. અબ્રારે ફક્ત ત્રણ ઓવર બોલિંગ કરી હતી જેમાં કિવી બૅટર્સે 43 રન ઝૂડી કાઢ્યા હતા. અબ્રારે બે વિકેટ લીધી હતી, પણ એ બન્ને વિકેટ તેણે ત્રીજી ઓવરના અંતિમ બે બૉલમાં લીધી હતી. એ પહેલાં તેની બોલિંગમાં કુલ પાંચ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા.

તાજેતરમાં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈની મૅચ દરમ્યાન અબ્રારે શુભમન ગિલની વિકેટ લઈને તેને આંખના ઈશારાથી પૅવિલિયનનો રસ્તો બતાવવાની કોશિશ કરી હતી. હવે એ જ પાકિસ્તાની સ્પિનરની ઑકલૅન્ડમાં ખરાબ હાલત થઈ.
ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ મળ્યા બાદ 19.5 ઓવરમાં 204 રન બનાવ્યા હતા જેમાં માર્ક ચૅપમૅન (94 રન, 44 બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. કૅપ્ટન માઇકલ બે્રસવેલે 31 રન બનાવ્યા હતા. હારિસ રઉફે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : ચહલ-ધનશ્રીના છૂટાછેડા પૂર્વે આરજે મહાવશે એવું કંઈક લખ્યું કે વાઈરલ થયું…

પાકિસ્તાને જવાબમાં 16 ઓવરમાં એક વિકેટે 207 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. ઓપનર હસન નવાઝ (105 અણનમ, 45 બૉલ, સાત સિક્સર, દસ ફોર) અને કૅપ્ટન સલમાન આગા (51 અણનમ, 31 બૉલ, બે સિક્સર, છ ફોર) અને બીજા ઓપનર મોહમ્મદ હારિસ (41 રન, 20 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની ત્રિપુટીએ પાકિસ્તાનની જીત આસાન બનાવી હતી. પાકિસ્તાનની એકમાત્ર વિકેટ જેકબ ડફીએ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button