PAK VS NZ: રિઝવાન બેટ લીધા વિના રન લેવા દોડ્યો પછી કરી નાખી આ હરકત, વીડિયો વાઈરલ
ડનડિનઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અત્યારે ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે છે, પરંતુ ટવેન્ટી-20ની સિરીઝમાં પાકિસ્તાનની કફોડી હાલત કિવિઓએ કરી નાખી હતી. ત્રણેય મેચમાં પાકિસ્તાનની ટીમને ભયંકર રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી ટવેન્ટી-20 મેચમાં પાકિસ્તાનના વાઈસ કેપ્ટન રિઝવાન વધુ રન લેવાના ચક્કરમાં એવી હરકત કરી બેઠો હતો કે જાણે ગલી ક્રિકેટની મેચ રમતો હોય. મેદાનમાં રિઝવાનની રમત જોઈને લોકો દંગ રહી ગયા હતા, જ્યારે અમુક લોકોએ રીતસર તેની ટીકા પણ કરી હતી.
ત્રીજી મેચમાં ન્યૂ ઝીલેન્ડે ધમાકેદાર બેટિંગ કરી હતી, જ્યારે તેના જવાબમાં પાકિસ્તાન રમતમાં કંઈ ઉકાળી શક્યું નહોતું. રિઝવાન બેટ લીધા વિના દોડ્યો જ નહીં, પણ ક્રિઝ પર પહોંચ્યા પછી બેટના બદલે ગ્લવ્ઝ વડે ટચ કરીને ભાગતો જોવા મળ્યો હતો. આ વીડિયો વાઈરલ થયા પછી સોશિયલ મીડિયા પર પણ લોકો જોરદાર પ્રતિક્રિયા આપી હતી. મહોમ્મદ રિઝવાને રન લેવા માટે એવી હરકત કરી લોકોએ સોશિયલ મીડિયા પર લખવું પડ્યું હતું કે ભાઈ તો આંતરરાષ્ટ્રીય મેચ છે.
પાકિસ્તાનની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે છઠ્ઠી ઓવર મેટ હેનરી બોલિંગમાં હતો. છઠ્ઠી ઓવરના પાંચમાં બોલમાં રિઝવાને મિડવિકેટ તરફ રમ્યો અને રન લેવા દોડ્યો હતો, પરંતુ તેને સંતુલન ગુમાવતા ક્રીઝ પર પડી ગયો હતો. હાથમાંથી બેટ છટકી ગયા પછી બેટને લીધા વિના રન લેવા ભાગ્યો હતો. નોન સ્ટ્રાઈકર પર રિઝવાન પહોંચ્યા પછી હાથના ગ્લવ્ઝને ક્રીઝને ટચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો.
પોતાના હાથને ક્રીઝની અંદર રાખી શક્યો નહોતો અને બીજો રન લેવા માટે ભાગ્યો હતો. એના કારણે તે શોર્ટ રન થયો હતો, તેનાથી પાકિસ્તાનને એક રનનું નુકસાન થયું હતું. બીજી બાજુ રન આઉટથી બચવા માટે જોરદાર ડાઈવ મારી હતી, તેનાથી આઉટ થતા બચી ગયો હતો, પરંતુ રિઝવાને તેના હાથના ગ્લવ્ઝ ક્રીઝથી થોડા સેન્ટિમીટર દૂર રાખ્યા હોવાથી બીજો રન મળ્યો નહોતો. રિઝવાને આ મેચમાં 24 રન બનાવી શક્યો હતો.
ન્યૂ ઝીલેન્ડે સાત વિકેટે 224 રનનો પડકારજનક સ્કોર કર્યો હતો, જ્યારે પાકિસ્તાનની ટીમ આ સ્કોર કરી શકી નહોતી. 20 ઓવરમાં સાત વિકેટે 179 રન બનાવતા હાર્યું હતું. આ મેચમાં ન્યૂ ઝીલેન્ડના એરોન ફિંચે 62 બોલમાં 137 રન બનાવ્યા હતા.