PAK vs ENG: બાબર આઝમના કરિયરનો અંત! બીજી ટેસ્ટ માટે ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો…
મુલતાનમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાન(ENG vs PAK)ની શરમજનક હાર થઇ હતી. આ મેચની બંને ઇનિંગ્સમાં પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ (Babar Azam) ફ્લોપ રહ્યો હતો. તેણે પ્રથમ ઇનિંગમાં માત્ર 30 અને બીજી ઇનિંગમાં 5 જ રન બનાવ્યા હતા. એવામાં આહેવાલ છે કે બીજા ટેસ્ટ માટે બાબર આઝમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે,.
નોંધનીય છે કે બાબર છેલ્લા કેટલાક મહિનાઓથી તમામ ફોર્મેટમાં ખરાબ ફોર્મમાં છે. ઇંગ્લેન્ડ સામેનીને પ્રથમ ટેસ્ટ મેચમાં પીચ બેટર્સને મદદરૂપ હોવા છતાં બાબર કઇ ખાસ કરી શક્યો નહીં. મુલતાન ટેસ્ટમાં પાકિસ્તાનની હાર બાદ પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ નિરાસ છે, ખાસ કરીને લોકો બાબર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે(PCB) એક નવી સિલેક્ટર્સ કમિટીની રચના કરી, જેણે બાબરને બીજી ટેસ્ટ ટીમમાંથી બાકાત રાખવાનો નિર્ણય કર્યો છે.
એક અહેવાલ મુજબ, અલીમ દાર, આકિબ જાવેદ અને અઝહર અલીની બનેલી સિલેક્ટર્સ કમિટીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબરને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. સિલેક્ટર્સ કમિટીએ શનિવારે પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવી તેમજ પીસીબી દ્વારા નિયુક્ત કરાયેલા પાંચ મેન્ટર્સને મળ્યા હતા અને ટીમને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
મહત્વની વાત એ છે કે પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે બાબરને ટીમનો સર્વશ્રેષ્ઠ બેટર ગણાવ્યો હોવા છતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સિલેક્ટર્સ શનિવારે કેપ્ટન મસૂદ અને કોચ જેસન ગિલેસ્પીને મળવા માટે મુલતાન ગયા હતા અને પછી PCB ક્યુરેટર ટોની હેમિંગ સાથે બેઠક પણ કરી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે PCB દ્વારા નિયુક્ત કમિટીના કેટલાક મેન્ટર્સે બાબરને ટીમમાં રાખવાની તરફેણમાં હતા, પરંતુ બહુમતીને ધ્યાનમાં લેતા બાબરને બાહર રાખવામાં આવ્યો.