કોલકત્તાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે વર્લ્ડ કપની 31મી મેચ રમાઈ હતી, જેમાં ટોસ જીતીને બાંગ્લાદેશની ટીમે બેટિંગ લીધી હતી. પહેલી બેટિંગમાં બાંગ્લાદેશની ટીમના બેટર રીતસર પાણીમાં બેઠા હતા, પરિણામે 45.1 ઓવરમાં 204 રન કર્યા હતા.
બાંગ્લાદેશના બેટરમાં મહમુદુલ્લાહ (70 બોલમાં 56), શાકિબ હસન (64 બોલમાં 43 રન) અને મહેંદી હસન સિવાય અન્ય તમામ બેટરે સામાન્ય સ્કોરમાં પેવેલિયન ભેગા થયા હતા, જેમાં બોલરનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. પાકિસ્તાન વતીથી શાહિન આફ્રિદીએ નવ ઓવરમાં 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે મહોમ્મદ વસીમે 8.1 ઓવરમાં 31 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
પાકિસ્તાનનો સ્ટાર ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી મંગળવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ 2023 મેચ દરમિયાન ફાસ્ટેસ્ટ 100 વિકેટના આંકડા સુધી પહોંચનાર સૌથી ઝડપી બોલર બની ગયો છે.
તેણે પહેલી જ ઓવરમાં તંજીદ હસનને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. તેણે માત્ર 51 મેચમાં 100 વિકેટનો આંકડો પાર કરીને મિશેલ સ્ટાર્કનો 52 મેચનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો.
શાહીન શાહ આફ્રિદી ઈતિહાસમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને પાછળ છોડી દીધો હતો. શાહીન બાદ આ લિસ્ટમાં બીજા ફાસ્ટ બોલર ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક છે, જેમણે 52 વન-ડે મેચમાં 100 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
જોકે, આ યાદીમાં ટોચનું અને પહેલું નામ નેપાળના સ્પિનર સંદીપ લામિછાનેનું છે, જેમણે માત્ર 42 વન-ડે મેચમાં 100 વિકેટ ઝડપી હતી અને 100 વિકેટ લેનાર વિશ્વનો સૌથી ઝડપી બોલર બન્યો હતો, પરંતુ તે સ્પિન બોલર છે.
Taboola Feed