પાકિસ્તાનના કૅપ્ટને હાર્દિક-કાર્તિકની મજાક ઉડાવી એટલે મીડિયામાં બરાબરનો નિશાન બન્યો

કરાચીઃ પાકિસ્તાને (Pakistan) તાજેતરમાં હૉંગ કૉંગ ઇન્ટરનૅશનલ સિક્સીસ ટૂર્નામેન્ટ જીતી લીધી એને પગલે એના કૅપ્ટન મુહમ્મદ શાહઝાદે (Muhammad Shahzad) ભારતીય ટીમના કૅપ્ટન દિનેશ કાર્તિક તેમ જ ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની સોશ્યલ મીડિયા પર મજાક ઉડાવી એને પગલે ખુદ શાહઝાદ ઘણા ભારત-તરફી નેટિઝન્સનું નિશાન બન્યો હતો. આ ક્રિકેટપ્રેમીઓએ શાહઝાદને શરમજનક સ્થિતિમાં મૂકતી ટિપ્પણીઓ કરી હતી.
પાકિસ્તાને (છ ઓવરમાં 3/135) રવિવારે છ-છ ઓવર અને છ-છ ખેલાડીવાળી હૉંગ કૉંગ સિક્સીસની ફાઇનલમાં કુવૈત (5.1 ઓવરમાં 6/92)ને 43 રનથી હરાવી દીધું હતું. દિનેશ કાર્તિકના સુકાનમાં ભારતીય ટીમ કુવૈત, યુએઇ, નેપાળ અને શ્રીલંકા સામેના પરાજયને પગલે સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી, પરંતુ ભારતે એ પહેલાં પાકિસ્તાનને સ્પર્ધાની શરૂઆતમાં જ પરાજયનો જોરદાર આંચકો આપ્યો હતો.
આપણ વાચો: રિઝવાન પડી જતાં તેની મજાક ઉડી, ` યૂં હી ફિસલ ગયે હા હા હા…’
પાકિસ્તાનના કૅપ્ટન મુહમ્મદ શાહઝાદે હૉંગ કૉંગ સિક્સીસ સ્પર્ધા જીત્યા બાદ હાર્દિક પંડ્યાની 2024ના ટી-20 વર્લ્ડ કપના વિજેતાપદ સમયની મેદાન પર ટ્રોફી સાથેની ઍક્શનની નકલ કરીને તેની મજાક ઉડાવી હતી તેમ જ હૉંગ કૉંગની સ્પર્ધા માટેના ભારતીય કૅપ્ટન દિનેશ કાર્તિકની ટિપ્પણી બદલ તેની પણ સોશ્યલ મીડિયામાં હાંસી ઉડાવી હતી.
કાર્તિકે સાતમી નવેમ્બરે ભારતના પાકિસ્તાન પરના વિજય બાદ મીડિયામાં એક પોસ્ટમાં લખ્યું હતું, હૉંગ કૉંગ સિક્સીસની શરૂઆત બહુ મજાની થઈ. અમે પાકિસ્તાન સામે જીત્યા.' મુહમ્મદ શાહઝાદે રવિવારે ટ્રોફી જીત્યા પછી એક્સ પરની કમેન્ટમાં લખ્યું, હૉંગ કૉંગ સિક્સીસમાં અંત મજાનો રહ્યો. બધુ રાબેતામુજબ બન્યું.’
જોકે મીડિયામાં ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓએ પાકિસ્તાનની ખબર લઈ નાખી છે. સપ્ટેમ્બરના એશિયા કપની ત્રણમાંથી બે મૅચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફે મે મહિનાના યુદ્ધમાં ભારતના છ ઍરક્રાફ્ટ પાકિસ્તાને તોડી પાડ્યા હોવાની ઍક્શન (પાકિસ્તાન-તરફી પ્રેક્ષકોને ખુશ કરવા) દુબઈના મેદાન પર રમતી વખતે કરી એને પગલે આઇસીસીએ રઉફના રમવા પર બે મૅચનો પ્રતિબંધ મૂકી દીધો છે.
ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓએ પાકિસ્તાનીઓને કઈ રીતે ટ્રૉલ કર્યા?
(1) અભી તો એક પ્લેયર સસ્પેન્ડ હુઆ હૈ, જ્યાદા બોલેગા તો ક્નટ્રી સસ્પેન્ડ હો જાએગી તુમ્હારી.
(2) રખો ભાઈ ટ્રોફી…ખુશ રહો. છોટી છોટી ખુશિયાં ગરીબોં કો મિલતી રહની ચાહિયે.
(3) તમે હૉંગ કૉંગ સિક્સીસ જીત્યા, પણ યાદ છેને…ભારત ટી-20નો વર્લ્ડ કપ, ચૅમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જીતી ચૂક્યું છે.
(4) પાકિસ્તાની ટીમને હૉંગ કૉંગ સિક્સીસ જીતવા બદલ 20,000 ડૉલર મળ્યા, પરંતુ કોઈ પણ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવવું એ ભારત માટે અણમોલ ઇનામ કહેવાય.
(5) ભિખારીઓ…તમને રીબૉકના શૂઝ પરવડે એમ નથી એટલે માર્કેટમાંથી ડુપ્લિકેટ શૂઝ મેળવીને ખુશ રહો છો.



