પાકિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને કચડ્યું; ઓસ્ટ્રેલિયાની ધરતી પર 22 વર્ષ પછી થયું આવું
પર્થ: ODI વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ઘરઆંગણે પાકિસ્તાન સામે (Pakistan beat Australia) કારમી હાર મળી છે. ઘણા સમયથી ટીકાનો સામનો કરી રહેલી પાકિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને 3 મેચની વનડે સિરીઝ 2-1થી માત આપી.
મેલબોર્નમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે જીત મેળવી હતી પરંતુ ત્યારબાદ પાકિસ્તાને શાનદાર કમબેક કર્યું, પાકિસ્તાને એ પછીની બંને મેચમાં એક તરફી જીત મેળવી. આ સાથે જ પાકિસ્તાની ટીમે ઈતિહાસ રચ્યો છે.
પાકિસ્તાન ટીમેં ઓસ્ટ્રેલિયાની ધરતી પર 22 વર્ષ બાદ વનડે સિરીઝ જીતી છે. આ પહેલા પાકિસ્તાને 2002માં ઓસ્ટ્રેલિયાને વનડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. ઈતિહાસમાં માત્ર બીજી પાકિસ્તાન વખત ઓસ્ટ્રેલિયાને તેણી ધરતી પર ODI સિરીઝ હરાવવામાં સફળ રહ્યું છે.
બીજી વનડે મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પાકિસ્તાનની શાનદાર બોલિંગ સામે ઘુટણ ટેકવી દીધા હતાં, આ મેચમાં પાકિસ્તાને 9 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આજે પર્થમાં રમાયેલી ત્રીજી મેચમાં પાકિસ્તાને 8 વિકેટે શાનદાર જીત મળેવી હતી.
Also Read – આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાંની મોટી ઇવેન્ટ રદ કરી, શું હવે મુખ્ય ટૂર્નામેન્ટ પણ…
આજની મેચના આંકડા:
આજે પર્થમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 31.5 ઓવરમાં માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી અને નસીમ શાહે 3-3 વિકેટ લીધી હતી જ્યારે હરિસ રઉફે 2 વિકેટ ઝડપી હતી. આ પછી પાકિસ્તાને 141 રનનો ટાર્ગેટ 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. સેમ અયુબ અને અબ્દુલ્લા શફીકની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 84 રનની પાર્ટનરશીપ કરી હતી. મોહમ્મદ રિઝવાન 30 અને બાબર આઝમ 28 રન બનાવીને અણનમ રહ્યા.
પાકિસ્તાની બોલરોનું શાનદાર પ્રદર્શન:
આ સિરીઝમાં પાકિસ્તાની બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરિસ રઉફે 3 મેચમાં 10 અને શાહીન આફ્રિદીએ 8 વિકેટ ઝડપી હતી. નસીમ શાહે 5 વિકેટ ઝડપી, મોહમ્મદ હસનૈને 3 વિકેટ લીધી હતી. સૌથી વધુ વિકેટ લેવા બદલ હરિસ રઉફને પ્લેયર ઓફ ધ સીરીઝ અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.