ભારતીય ટીમના સ્ટાર પેસર મોહમ્મદ સિરાજ છેલ્લાં કેટલાક સમયથી એકદમ ફોર્મમાં છે અને તેનું આ દમદાર પર્ફોર્મન્સને કારણે સામેવાળી ટીમના બેટ્સમેનને રાતે પાણીએ રોવડાવી દીધા છે. હવે વર્લ્ડકપ-2023ની ચાર મેચમાં શમીએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે અને આ ચાર મેચમાં શમીએ 16 વિકેટ ઝડપી લીધી છે.
મોહમ્મદ શી વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર બની ગયો છે. જોકે, હવે તમને વધુ એક મોજા હી મોજા થઈ જાય એવી વાત જણાવવાની થાય તો એ વાત એવી છે કે શમી હવે ટૂંક સમયમાં જ એક બીજા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યો છે અને જો આ રેકોર્ડ કરીને તે વર્લ્ડકપના ઈતિહાસમાં 50 વિકેટ લેનારા પહેલો ભારતીય બોલર બની જશે.
શમીને આ આંકડા સુધી પહોંચવા માટે માત્ર ચાર જ વિકેટની જરૂર છે અને એની સાથે સાથે જ તે એક બીજો રેકોર્ડ પણ તોડશે. શમી જો 50 વિકેટ લેશે તો તે શ્રીલંકાના ચમિંડા વાસનો રેકોર્ડ પણ તોડશે. ચામિંડા વાસે વર્લ્ડકપમાં કુલ 31મી મેચમાં 49 વિકેટ લીધી હતી અને રેકોર્ડ બનાવ્યો હતો અને હવે શમી તેનો આ રેકોર્ડ તોડવાની નજીક છે.
વર્લ્ડકપ 2023ની મેચમાં તેના દમદાર પરફોર્મન્સ માટે ખૂબ જ લાઈમલાઈટમાં છે. દરેક મેચમાં તેનું પ્રદર્શન વધુને વધુ ધૂંઆધાર થઈ રહ્યું છે. શમીએ માત્ર 4 મેચ રમીને 16 વિકેટ લીધી છે અને લીડિંગ વિકેટ ટેકર્સની લિસ્ટમાં ચોથા સ્થાને છે. દરેક મેચમાં શમીનું પ્રદર્શન વધુને વધુ સારું થઈ રહ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને