ન્યૂ ઝીલૅન્ડનું ધબડકા પછી કમબૅક, 59 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ 319/5…

હૅમિલ્ટનઃ અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં શનિવારે પ્રથમ દિવસે ન્યૂ ઝીલૅન્ડે પાંચ વિકેટે 319 રન બનાવ્યા હતા.
એક તબક્કે કિવીઓનો સ્કોર બે વિકેટે 172 રન હતો, પરંતુ બીજા 59 રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી અને સાતમી વિકેટ વખતે સ્કોર 231 રન હતો.
જોકે મિચલ સૅન્ટનર (50 નૉટઆઉટ)ની ઇનિંગ્સને લીધે છેવટે ટીમે કમબૅક કર્યું હતું અને બીજી બે વિકેટના ભોગે વધુ 84 રન બન્યા હતા.
આ પણ વાંચો : અવ્વલ દરજ્જાના આ બોલરે ગેઇલના સિકસરના રેકૉર્ડની બરાબરી કરી!
કૅપ્ટન ટૉમ લેથમ (63 રન) અને વિલ યંગે બૅટિંગ મળ્યા બાદ સારી શરૂઆત કરી હતી અને તેમની વચ્ચે 105 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. જોકે બ્રિટિશ બોલર્સ મૅથ્યૂ પૉટ્સ, ગસ ઍટક્નિસને ત્રણ-ત્રણ વિકેટ તેમ જ બ્રાયડન કાર્સે બે વિકેટ અને બેન સ્ટૉક્સે એક વિકેટ લીધી હતી.
કેન વિલિયમસન 44 રન બનાવીને આઉટ થયો હતો.
ઇંગ્લૅન્ડ પહેલી બે ટેસ્ટ જીતીને સિરીઝમાં 2-0થી વિજયી-સરસાઈ લઈ ચૂક્યું છે.