સ્પોર્ટસ

હવે શુભમન ગિલે હાર્દિક પર સાધ્યો નિશાનો, કહી આ વાત…

આ વખતની આઈપીએલ શરૂ થાય એ પહેલાં જ એટલી બધી ધમાલ થઈ રહી છે કે નહીં પૂછો વાત. એમાં પણ ખાસ કરીને હાર્દિક પંડ્યાને લઈને તો ખૂબ જ બબાલ થઈ રહી છે. ગઈકાલે જસપ્રીત બુમરાહે હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રીથી નારાજ થઈને તેના માટે સૂચક પોસ્ટ કરી હતી. આ બધા વચ્ચે એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે કદાચ હાર્દિકની એન્ટ્રીથી નારાજ બુમરાહ પોતાનો પાલો બદલી શકે છે. પરંતુ ખેર આ બધું તો ચાલ્યા કરે. આપણે અહીં વાત કરી રહ્યા છે શુભમન ગિલ વિશે.

https://twitter.com/i/status/1729787578088301019

હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સનો સાથ છોડી દેતાં હવે ટીમનું સુકાન શુભમન ગિલને સોંપવામાં આવશે. કેપ્ટનશિપ મળતાં જ શુભમન ગિલની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે અને એવું કહેવાઈ રહ્યું છે કે શુભમને આ પોસ્ટમાં નામ લીધા વિના જ હાર્દિક પંડ્યા પર નિશાનો સાધ્યો છે.

ગુજરાત ટાઈટન્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં શુભમન ગિલ પોતાની ફરજ અને ટીમ વિશે વાત કરતો જોવા મલી રહ્યો છે. તેને આગળ એવું પણ કહેતો સાંભળી શકાય છે કે કેપ્ટનશિપને લઈને ત્યાં સુધી સસ્પેન્સ નહીં રીવિલ થાય જ્યાં સુધી અમે લોકો પહેલી મેચ ના રમી લઈએ. તમને પણ ખબર છે કે આ બધું આટલું જલદી નથી પૂરું થવાનું. આ એક શાનદાર અહેસાસ છે.

મારો કહેવાનો અર્થ એવો છે કે હું સાત આઠ વર્ષનો હતો જ્યારે આઈપીએલ શરૂ થઈ હતી અને આ કોઈ પણ બાળક માટે એક સ્વપ્ન સમાન હશે કે જે ક્રિકેટર બનવા માગે છે અને એટ ટીમની કેપ્ટનશિપ કરવા માટે સક્ષમ બનીને આઈપીએલ રમવા માગે છે. પછી એ ટીમને એક જૂટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવી એ ખરેખર અવિસ્મરણીય અહેસાસ છે, એવું તેણે વધુમાં જણાવ્યું હતું.

આગળ શુભમન એવું પણ કહેતો સાંભળવા મળે છે કે કેપ્ટનશિપ ઘણી બધી જવાબદારીઓ સાથે આવે છે અને પ્રતિબદ્ધતા એમાંથી જ એક છે, ત્યાર બાદ વારો આવે છે સખત મહેનત, વફાદારી.

શુભમને પોતાના આ સ્ટેટમેન્ટમાં અને લીડર્સ વિશે વાત કરતાં એમાં ક્યાંય હાર્દિક પંડ્યાનું નામ નહોતું લીધું. શુભમનના વફાદારીવાળા નિવેદનને પણ હાર્દિક સાથે જોડવામાં આવી રહ્યો છે. હાર્દિકે બે વર્ષ સુધી ગુજરાત ટાઈટન્સમાં રહ્યા બાદ આખરે ટીમનો સાથ છોડી દીધો હતો. ગુજરાત એ જ ટીમ છે કે જેને કારણે 2022માં તેને ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાનો મોકો મળ્યો હતો અને એટલું જ નહીં પણ તેને કેપ્ટનશિપ પણ મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button