હવે હસીન જહાં માટે નહીં પણ આના માટે ધડકે છે ટીમ ઈન્ડિયાના ‘અર્જુન’ મોહમ્મદ શમીનું દિલ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીને હાલમાં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો અને આ એવોર્ડ મેળવનાર તે 58મો ક્રિકેટર બની ગયો છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે શમીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
દરમિયાન જ્યાં એક તરફ તેની પૂર્વ પત્ની હસીન જહાંએ તેને દેશદ્રોહી કહ્યો હતો પણ હવે એના પર પ્રતિક્રિયા આપતા મોહમ્મદ શમીએ કહ્યું હતું કે તે દેશદ્રોહી નથી, પણ દેશના હિતમાં કામ કરે છે. આ સાથે સાથે જ હવે એવું પણ જાણવા મળી રહ્યું છે હસીન જહાંના આવા નિવેદન અને ડિવોર્સ બાદ મોહમ્મદ શમીનું દિલ હવે કોઈ બીજા માટે ધડકવા લાગ્યું છે, આવો જોઈએ કોણ છે એ…
તમે કંઈ પણ ગેરસમજ કરો અને શમીનું દિલ કોઈ છોકરી માટે ધડકતું હશે એવું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈસાબ એવું કંઈ નથી અને શમીનું દિલ કોઈ છોકરી માટે નહીં પણ પોતાના કામ માટે માટે ધડકે છે, તે જે કંપનીઓ સાથે સંકળાયેલો છે એ કંપનીઓ માટે ધડકે છે. વાત જાણે એમ છે કે વર્લ્ડકપ બાદ મોહમ્મદ શમીની વેલ્યુમાં વૃદ્ધિ થઈ છે અને તે ક્રિકેટ સિવાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, જાહેરાત અને સોશિયલ મીડિયા પોસ્ટથી પણ કમાણી કરે છે.
પહેલાં મોહમ્મદ શમી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે એક કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો અને એની એન્ડોર્સમેન્ટની યાદીમાં ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. પરંતુ હવે વર્લ્ડકપ બાદ મોહમ્મદ શમીએ તેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની ફીમાં વધારો કર્યો છે અને હવે મોહમ્મદ શમી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે દોઢ કરોડ રૂપિયાની ફી વસૂલે છે. શમીએ ઘણી બધી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કર્યા છે. એની ફીમાં વધારો થવા પાછળ વર્લ્ડકપમાં તેનું શાનદાર પ્રદર્શન જવાબદાર છે…